અલ્પેશ કથીરિયા બાદ તેનો ભાઈ પણ પોલીસ પકડમાં, ફરિયાદ નોંધાઈ

સુરતના પાસના કન્વીનર અલ્પેસ કથીરીયાના ભાઇ મિલન વિરુધ્ધ મારામારીની ફરિયાદ નોંધાતા કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરી હતી. તેની સામે કારમાં તોડફોડ અને માર મારવાનો ગુનો નોંધાયો
 અલ્પેશ કથીરિયા બાદ તેનો ભાઈ પણ પોલીસ પકડમાં, ફરિયાદ નોંધાઈ

ચેતન પટેલ/સુરત :સુરતના પાસના કન્વીનર અલ્પેસ કથીરીયાના ભાઇ મિલન વિરુધ્ધ મારામારીની ફરિયાદ નોંધાતા કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરી હતી. તેની સામે કારમાં તોડફોડ અને માર મારવાનો ગુનો નોંધાયો

.સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાના ભાઇ મિલન વિરુદ્ધ વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. નાના વરાછા તેમના ઘરની સામે પ્રશાંત પટેલ નામના શખ્સે પોતાની ગાડી પાર્ક કરી હતી. દરમિયાન મિલને અહી ગાડી પાર્ક કરવાની ના પાડી દીધી હતી. જેથી પાર્કિગ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં જોતજોતામા મિલને પોતાના સાથીદારો સાથે મળીને પ્રશાંતભાઇની કારમાં તોડફોડ કરી દીધી હતી અને તેમને માર પણ માર્યો હતો. જે બનાવ અંગે પ્રશાંતભાઇએ કાપોદ્રા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મિલિન વિરુધ્ધ બસમા આગ ચાપવાનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news