ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પરિણામ જાહેર, ફટાફટ આ વેબસાઈટ પર જઈને ચેક કરો, તમારું નામ છે લિસ્ટમાં?

ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જી હા...ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ https://ceiced.gujarat.gov.in વેબસાઇટ પરથી 1 લી ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે. 

ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પરિણામ જાહેર, ફટાફટ આ વેબસાઈટ પર જઈને ચેક કરો, તમારું નામ છે લિસ્ટમાં?

ઝી બ્યુરો/ગાંધીનગર: નોકરીની તૈયારી કરનારાઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જી હા...ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ https://ceiced.gujarat.gov.in વેબસાઇટ પરથી 1 લી ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે. 

રાજયના જુદા જુદા કેંદ્રો પર તા. 20 નવેમ્બર 2023 થી 23 નવેમ્બર 2023 દરમિયાન ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ લાયસન્સીંગ બોર્ડની વેબસાઇટ https://ceiced.gujarat.gov.in ઉપર મુકવામાં આવ્યું છે. 

પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો પોતાનું પરિણામ CEICED ના પોર્ટલ પર લોગ ઈન કરીને એપ્લિકેશન સ્ટેટ્સમાં જઈને 1 લી ફેબ્રુઆરી 2024 થી ડાઉનલોડ કરી શકાશે, તેમ લાયસન્સીંગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news