બડે મિયાં તો બડે મિયાં, છોટે મિયાં સુભાન અલ્લાહ, એક દિવસમાં ભારત માટે બે ભાઈઓએ ફટકારી સદી

ભારત માટે આજે બે ભાઈઓએ કમાલનું પ્રદર્શન કર્યું છે. આ બંને ભાઈઓએ અલગ અલગ મેચમાં ભારતીય ટીમ માટે સદી ફટકારી છે. આ બંને સગા ભાઈ છે. 
 

બડે મિયાં તો બડે મિયાં, છોટે મિયાં સુભાન અલ્લાહ, એક દિવસમાં ભારત માટે બે ભાઈઓએ ફટકારી સદી

નવી દિલ્હીઃ Sarfaraz Khan and Musheer Khan: ભારતીય ક્રિકેટ ફેન્સ માટે આજનો દિવસ ખુબ વ્યસ્ત રહ્યો. એક તરફ ભારતીય સીનિયર ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ તો બીજીતરફ ભારત અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે અનૌપચારિક ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ હતો. એટલું જ નહીં આજે ભારતની અન્ડર-19 ટીમ વિશ્વકપમાં રમી રહી છે. આ મેચ દરમિયાન ભારતના બે ભાઈઓની સદી જોવા મળી છે.

એક દિવસમાં ભારત માટે બે ભાઈઓએ ફટકારી સદી
25 જાન્યુઆરીનો દિવસ ભારતના યુવા બેટર સરફરાઝ ખાન અને મુશીર ખાનની બે ભાઈઓની જોડીના નામે રહ્યો. સરફરાઝ ખાને ભારત એ માટે રમતા ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ શાનદાર સદી ફટકારી. તો બીજીતરફ અન્ડર-19 વિશ્વકપમાં રમતા મુશીર ખાને પણ સદી ફટકારી છે. સરફરાઝ અને મુશીર બંને સગા ભાઈ છે.

સરફરાઝની સદીથી ટીમ મજબૂત
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે બીજી અનૌપચારિક ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે સરફરાઝ ખાને બેટથી દમદાર ઈનિંગ રમી હતી. સરફરાઝ ખાને 161 રન ફટકાર્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેની 14મી સદી છે. આ દરમિયાન તેમે 89 બોલમાં સદી પૂરી કરી હતી. 160 બોલની ઈનિંગમાં સરફરાઝે 18 ચોગ્ગા અને પાંચ સિક્સ ફટકારી હતી.

અન્ડર 19 વિશ્વકપમાં મુશીર ખાને ફટકારી સદી
અન્ડર 19 વિશ્વકપ 2024માં આયર્લેન્ડ સામે મુશીર ખાને સદી ફટકારી છે. આ મેચમાં મુશીર ખાન ત્રીજા નંબર પર બેટિંગ માટે ઉતર્યો હતો. આ મેચમાં મુશીર ખાને 106 બોલનો સામનો કરતા 4 સિક્સ અને 9 ચોગ્ગાની મદદથી 118 રન ફટકાર્યા હતા. મુશીરે ત્રીજી વિકેટ માટે કેપ્ટન ઉદયની સાથે 156 રનની મહત્વની ભાગીદારી કરી હતી. જેના કારણે ભારતીય ટીમ 301 રન બનાવવામાં સફળ રહી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news