કડીવાસીઓને આજનો દિવસ હંમેશાં યાદ રહેશે! 9 લોકોનો અવાજ હંમેશાં માટે દબાઈ ગયો, PMOએ સહાયની જાહેરાત કરી

જાસલપુરમાં ભેખડ ધસી પડતા 9 શ્રમિકોના મૃત્યુ થયા છે. એક શ્રમિકને બચાવી લેવાયો છે. ભેખડ ધસી પડતા બુમાબમ ચીસાચીસ પડી ગઈ છે. આજે દશેરાનો તહેવાર પીડિત પરિવાર માટે માતમમાં છવાઈ ગયો છે. દીવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડી છે. 

કડીવાસીઓને આજનો દિવસ હંમેશાં યાદ રહેશે! 9 લોકોનો અવાજ હંમેશાં માટે દબાઈ ગયો, PMOએ સહાયની જાહેરાત કરી

Mehsana News: મહેસાણાના કડીના જાસલપુરમાં એક ગોઝારી દુર્ઘટના ઘટી છે. જી હા...જાસલપુરમાં ભેખડ ધસી પડતા 9 શ્રમિકોના મૃત્યુ થયા છે. એક શ્રમિકને બચાવી લેવાયો છે. ભેખડ ધસી પડતા બુમાબમ ચીસાચીસ પડી ગઈ છે. આજે દશેરાનો તહેવાર પીડિત પરિવાર માટે માતમમાં છવાઈ ગયો છે. દીવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડી છે. 

ઘટના બની તે સ્થળે એમ્બ્યુલન્સોની લાઈન લાગી ગઈ છે. એક પછી એક સાયરન વાગતી એમ્બ્યુલન્સનું આગમન-પ્રસ્થાન થઈ રહ્યું છે. હજુ પણ રેસ્કયૂ ઓપરેશન ચાલી રહ્યું છે. સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ કંપનીમાં બની આ ઘટના બની છે. સૌથી મોટી વાત કંપનીના લોકો શું કરી રહ્યા હતા. મોત પાછળ જવાબદાર કંપનીઓના અધિકારીઓ પણ છે. કારણ કે શ્રમિકોના સેફટીની પરવાહ કંપનીના માલિકોએ કેમ ના કરી? સુપરવાઈઝર શું કરી રહ્યો હતો?  આ તો ઘોર બેદરકારી છે. જવાબદારો સામે પગલા લેવા જ જોઈએ 

— PMO India (@PMOIndia) October 12, 2024

બીજી બાજુ PMOએ 9 શ્રમિકોના મૃત્યુ મામલે ટ્વિટ કર્યું છે. કેન્દ્રએ મૃતકોના પરિવારોને 2 લાખ સહાયની જાહેરાત કરી છે. જ્યારે કેન્દ્રએ ઘાયલોને 50 હજાર રૂપિયા સહાયની જાહેરાત કરાઈ છે.

જ્યારે 9 શ્રમિકોના મૃત્યુ મામલે CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને મૃતકોના પરિવારને 4 લાખની સહાય જાહેરાત કરી છે,જ્યારે ઘાયલોને 50 હજારની સહાય જાહેર કરી છે.

— Bhupendra Patel (@Bhupendrapbjp) October 12, 2024

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મહેસાણાના કડીમાં દશેરાના દિવસે મોટી દુર્ઘટના સર્જાઈ છે. કડીના જાસલપુર ગામ નજીકની ઘટના બની છે. દિવાલ બનાવતી વખતે માટેની ભેખડ ધસી પડી હતી. જાસલપુર ગામમાં આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં આજે આ દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીની દીવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ભેખડ પડી હતી. જેમાં પાંચ મજૂરોના મૃતદેહ બહાર કાઢવામા આવ્યા છે. હજી પણ અન્ય મજૂરોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનાની જાણ થતાં DDO ડો. હસરત જાસ્મીન, SP ડૉ તરૂણ દુગ્ગલ, Dy.SP મિલાપ પટેલ સહિતનો પોલીસ કાફલો તેમજ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે ​​​​​​પહોંચી છે.

દશેરાએ કડીમાં મોટી દુર્ઘટના, ભેખડ ઘસી પડતા 9 મજૂરોના મોત, પરિવારોમાં માતમ

ઘટના સ્થળે પાંચ જેટલી એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ કરાઈ છે. મજૂરો કંપનીની દીવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક જ માટીની ભેખડ પડતાં 9 મજૂરો દટાઈ ગયા હતા. જે મજૂરોને બહાર કાઢવાનું કામ JCBની મદદથી કરવામાં આવ્યું હતું. 3 મજૂરોને બચાવી લેવાયા છે. 

આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં હડકંપ મચી ગયો છે. બાંધકામ સ્થળ પર જેસીબીની મદદથી માટી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સલામતીના ધોરણોની અવગણના અને કાર્યસ્થળો પર કામદારોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.પોલીસ ઈન્સ્પેક્ટરે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે કામ દરમિયાન અચાનક માટી ઘસી ગઈ, જેના કારણે મજૂરો તેની નીચે દટાઈ ગયા.  "અત્યાર સુધીમાં સાત મૃતદેહો મળી આવ્યા છે, અને અમને ડર છે કે વધુ ત્રણથી ચાર મજૂરો હજુ ફસાયેલા છે. 

ઘટના સ્થળે રાહત કાર્ય 
ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. બચાવ કાર્ય અત્યંત પડકારજનક હતું કારણ કે માટી નીચે હજુ કેટલાક કામદારો ફસાયા હોવાની આશંકા છે. આ ઘટનાની તપાસ ચાલી રહી છે, અને વહીવટીતંત્રે ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં ગોઝારી ઘટના બનતાં ચકચાર મચી જવા પામી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news