બોટાદ: ગઢડામાં નવિન ડામર રોડની કામગીરીમાં 'ભ્રષ્ટાચાર' થયાની રાવ, વીડિયો

ગઢડા તાલુકાના ચભાડીયા ગામે થઈ રહેલ રોડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યાનો ગામના સરપંચ અને લોકો દ્વારા વિડિયો સોસિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો છે. બોટાદ જિલ્લા પંચાયત દ્વારા 10 જેટલા ગામોના રોડ રસ્તાના રૂપિયા બે કરોડના પેકેજ નીચે ગઢડા તાલુકાનુ છેલ્લુ ગામ ચભાડીયામાં થી ઉજળવાવ સુધી 2.50 કિલોમીટર અઢી કિલોમીટરનો પાકો ડામર રોડ ૨૧ લાખના ખર્ચે મનીષકુમાર એન્ડ કંપનીને કામ આપવામાં આવ્યું હતું. જેમાં ભ્રષ્ટાચાર થયો છે.

બોટાદ: ગઢડામાં નવિન ડામર રોડની કામગીરીમાં 'ભ્રષ્ટાચાર' થયાની રાવ, વીડિયો

રઘુવીર મકવાણા/બોટાદ: ગઢડા તાલુકાના ચભાડીયા ગામે થઈ રહેલ રોડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યાનો ગામના સરપંચ અને લોકો દ્વારા વિડિયો સોસિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો છે. બોટાદ જિલ્લા પંચાયત દ્વારા 10 જેટલા ગામોના રોડ રસ્તાના રૂપિયા બે કરોડના પેકેજ નીચે ગઢડા તાલુકાનુ છેલ્લુ ગામ ચભાડીયામાં થી ઉજળવાવ સુધી 2.50 કિલોમીટર અઢી કિલોમીટરનો પાકો ડામર રોડ ૨૧ લાખના ખર્ચે મનીષકુમાર એન્ડ કંપનીને કામ આપવામાં આવ્યું હતું. જેમાં ભ્રષ્ટાચાર થયો છે. 

જે કામ ગઈકાલથી શરૂ કરવામાં આવેલ પરંતુ ગામના સરપંચ અને ગઢડા તાલુકાના યુવા ભાજપના ઉપપ્રમુખે કામમા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો વિડિયો બનાવી સોસિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે અંગે ગ્રાઉન્ડ ઝીરો પર જી મીડિયાની ટિમ પહોંચી તપાસ કરતા બની રહેલ ડામર રોડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. ડામર રોડનું માપ 37 એમએમ કરવાનુ હોય છે. પરંતુ માપ કરવામાં આવતા ૨૫ એમએમ પણ થતું નથી.

ડામરનું જે પ્રમાણ છે તે બીલકુલ ઓછું છે. અને એકદમ પાતળુ પડ છે તેમજ હાથેથી ડામર ઉખડી જાય છે. આમ ચભાડીયા ગામે થઈ રહેલ ડામર રોડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનુ જી મીડિયાએ પર્દાફાશ કર્યો છે. જયારે બીજી બાજુ ગામના સરપંચ અને જાગૃત લોકો સ્થળ પર આવતા હાલ કોન્ટ્રાકટર પણ રફુચક્કર થયા હતા. જયારે જિલ્લાના અધિકારી ડામોરનો જી મીડિયાએ સંપર્ક કરતા તેણે ફોન ઉપાડવાનુ ટાળ્યું હતું. તેમજ જિલ્લાના એસો ગઢવી કરી અધિકારી સ્થળ પર આવેલ પરંતુ તેઓ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી. અને તેમણે કહ્યું કે, કામ બરાબર ચાલે છે આમ કહી તેઓ પણ રફુચક્કર થઈ ગયા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news