‘મહિલા સાથે વાતો કરીને પોતાની જિંદગીને રંગીન બનાવો’ તેવુ કહીને પુરુષોને ફસાવતી ગેંગ પકડાઈ

છાપામાં લોભામણી જાહેરાત આપીને ડેટિંગ ટ્રેપનો આંખો ખોલતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. લોકોને પોતાની જાળમાં ફસાવતી ગેંગને સાયબર ક્રાઇમ ઝડપી પાડી છે. મહિલા સાથે વાતો કરીને પોતાની જિંદગીને રંગીન બનાવો તેમ કહીને નાગરિકોને ફસાવામાં આવતા હતા. 
‘મહિલા સાથે વાતો કરીને પોતાની જિંદગીને રંગીન બનાવો’ તેવુ કહીને પુરુષોને ફસાવતી ગેંગ પકડાઈ

જાવેદ સૈયદ/અમદાવાદ :છાપામાં લોભામણી જાહેરાત આપીને ડેટિંગ ટ્રેપનો આંખો ખોલતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. લોકોને પોતાની જાળમાં ફસાવતી ગેંગને સાયબર ક્રાઇમ ઝડપી પાડી છે. મહિલા સાથે વાતો કરીને પોતાની જિંદગીને રંગીન બનાવો તેમ કહીને નાગરિકોને ફસાવામાં આવતા હતા. 

અમદાવાદના નિકોલ વિસ્તારમાં તક્ષશિલા શોપિંગ સેન્ટરની દુકાન એફ 15 અને 16માં સાઈ ઇલેક્ટ્રિક્સ માર્કેટિંગના ઓથા હેઠળ આ કોલ સેન્ટર ચાલતું હતું. કેતન નામનો યુવાન શખ્સ કેટલીક યુવતીને સાથે રાખી આ સમગ્ર કોલ સેન્ટર ચલાવતો હતો. આ કૉલ સેન્ટર છેલ્લા ચાર વર્ષથી ધમધમતું હતું. આ કૉલ સેન્ટરનો મુખ્ય આરોપી કેતન ઉર્ફે રાણા ગલસર આ કૉલ સેન્ટર ચલાવતો હતો. કોલ સેન્ટરમાંથી લોકોને ફોન કરી મહિલાના પતિ વિદેશમાં છે, રિલેશન રાખશે તેવી લાલચ આપી લોકો પાસેથી મેમ્બરશિપના રૂપિયા પડાવી લેવાતા હતા. સાથે જ વાતચીત બહાને અલગ અલગ ચાર્જ લઈને છેતરપિંડી કરતા હતા.

આ વિશએ એસીપી સાયબર જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે, હાલ પોલીસે 2 મહિલા સહિત 3 યુવકોને ઝડપી પાડી તેમના પાસેથી 13 મોબાઈલ અને 7 હિસાબના ચોપડા કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધી 500 લોકોને ભોગ બનાવ્યાની આ લોકો પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. 

ઉલ્લેખનીય છે કે, સાયબર ક્રાઇમને બાતમી મળી હતી કે, નિકોલમાં ડેટિંગ પર કોલ સેન્ટર ચાલી રહ્યું છે. આ કૉલ સેન્ટરમાં જાહેરાત આપી સંપર્ક કરતા હતા. સંપર્ક કરે તેને મહિલા છે તેના ફોટો મોકલી વોટ્સએપ કરી અને મેસેજથી વાત કરી મેમ્બરશિપ અપાવતા હતા અને રજિસ્ટ્રેશનના નામે રૂપિયા પડાવાતા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news