ભાવનગર: ભર ઉનાળે પાણી માટે વલખા, મહિલા સહિત લોકોએ કર્યો ચક્કાજામ

ભાવનગરના વલભીપુરના પાટણા ગામે ભર ઉનાળે ગરમીમાં પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યાં છે. તંત્ર દ્વારા ગ્રામવાસીઓને પાણી પૂરૂ ન પાડવામાં આવતા રોષે ભરાયા છે. ગામમાં 15થી 20 દિવસે પીવાનું પાણી મળે છે.

ભાવનગર: ભર ઉનાળે પાણી માટે વલખા, મહિલા સહિત લોકોએ કર્યો ચક્કાજામ

રઘુવીર મકવાણા, ભાવનગર: ઉત્તર પશ્ચિમ તરફથી આવતા ગરમ પવનને લીધે રાજ્યભરમાં હવે ગરમીના આકરા દિવસોની શરૂઆત થઈ ગયા છે. તો બીજી બાજુ હવામાન વિભાગે પણ ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે. ત્યારે ભાવનગરના વલભીપુરમાં મહિલા સહિત લોકોએ પીવાનું પાણી ન મળથા રોષે ભરાયેલા લોકોએ ભાવનગર-અમદાવાદ રોડ પર ચક્કાચાજ કર્યો છે.

ભાવનગરના વલભીપુરના પાટણા ગામે ભર ઉનાળે ગરમીમાં પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યાં છે. તંત્ર દ્વારા ગ્રામવાસીઓને પાણી પૂરૂ ન પાડવામાં આવતા રોષે ભરાયા છે. ગામમાં 15થી 20 દિવસે પીવાનું પાણી મળે છે. જેના કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિતના ગ્રામજનો જળએ જ જીવન, અમને પાણી આપો, પાણી વિના જીવન કેમ ચાલશે જેવા પોસ્ટરો લઇને રસ્તા પર ઉતરી આવ્યા છે.

જુઓ Live TV:-

પાટણા ગ્રામવાસીઓ દ્વારા પાણીની માગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. વારંવાર કલેક્ટર સહિત ગાંધીનગર સુધી પાણી પૂર પાડવામાં આવે તેવી ગ્રામજનોએ રજૂઆત કરી હતી. તેમ છંતા તંત્ર દ્વારા તેમના પ્રશ્નોનો કોઇ ઉકેલ ના આવતા આજે પટાણા ગ્રામજનો દ્વારા ભાવનગર-અમદાવાદ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news