આ વખતે જ્યોતિષીઓની સલાહ માનીને PM મોદીએ ખાસ મુહૂર્તમાં જ ભર્યું ઉમેદવારીપત્ર, જાણો કેમ?

લોકસભા ચૂંટણી 2019 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિજયી મુહૂર્તમાં વારાણસી બેઠક માટે ઉમેદવારી નોંધાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર ભરવા માટે દિવસ-તારીખ અને યોગ નક્કી કરાયા બાદ વારાણસીના પંડિતોએ શુભ મુહૂર્ત કાઢ્યું હતું. વડાપ્રધાને 26મી એપ્રિલના રોજ કાર્ય સિદ્ધિ માટે સૌથી પ્રભાવશાળી તથા શુભ અભિજિત મુહૂર્ત એટલે કે વિજયી મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભર્યું. આ અગાઉ પીએમ મોદીએ કાશીના કોટવાલ ગણાતા બાબા કાલભૈરવના દર્શન કર્યા બાદ સીધા કલેક્ટ્રેટ સભાગાર સ્થિત રાયસેન ક્લબમાં ગયાં. 
આ વખતે જ્યોતિષીઓની સલાહ માનીને PM મોદીએ ખાસ મુહૂર્તમાં જ ભર્યું ઉમેદવારીપત્ર, જાણો કેમ?

વારાણસી: લોકસભા ચૂંટણી 2019 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિજયી મુહૂર્તમાં વારાણસી બેઠક માટે ઉમેદવારી નોંધાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર ભરવા માટે દિવસ-તારીખ અને યોગ નક્કી કરાયા બાદ વારાણસીના પંડિતોએ શુભ મુહૂર્ત કાઢ્યું હતું. વડાપ્રધાને 26મી એપ્રિલના રોજ કાર્ય સિદ્ધિ માટે સૌથી પ્રભાવશાળી તથા શુભ અભિજિત મુહૂર્ત એટલે કે વિજયી મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભર્યું. આ અગાઉ પીએમ મોદીએ કાશીના કોટવાલ ગણાતા બાબા કાલભૈરવના દર્શન કર્યા બાદ સીધા કલેક્ટ્રેટ સભાગાર સ્થિત રાયસેન ક્લબમાં ગયાં. 

હિન્દુ ધર્મમાં શુભ મુહૂર્તમાં કોઈ નવું કાર્ય થાય છે લાભકારક
સાધ્ય યોગની સાથે ભદ્રાકાળ ન હોય અને તમામ ગ્રહ-નક્ષત્ર અનુકૂળ  હોય એ સમય ઉમેદવારી માટે ખુબ જ શુભકારી છે. નરેન્દ્ર મોદી વારાણસીથી બીજીવાર ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. વર્ષ 2014ની ચૂંટણીમાં તો તેમણે નામાંકનના દિવસ અને સમયને લઈને વારાણસીના જ્યોતિષીઓની સલાહ માની નહતી પરંતુ આ વખતે એવું ન થયું. બનારસી પંડિતો પર ભરોસો કરીને તેમણે 26 એપ્રિલનો દિવસ નક્કી કર્યો અને તેમણે બતાવેલા વિજયી મુહૂર્તમાં જ કલેક્ટ્રેટના રાયફલ ક્લબ સ્થિત નામાંકન સ્થળ પર પહોંચ્યા હતાં. 

શું ખાસ છે આ વિજયી મુહૂર્તમાં
કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય (બીએચયુ)ના જ્યોતિષ વિભાગાધ્યક્ષ પ્રોફેસર વિનયકુમાર પાંડેના જણાવ્યાં મુજબ શુક્રવારે સાધ્ય યોગ વચ્ચે અભિજીત મુહૂર્ત એટલે કે વિજયી મુહૂર્ત 11.36 કલાકથી લઈને બપોરે 12.24 વચ્ચે છે. આ મુહૂર્ત સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેના 15 મુહૂર્તોમાં આઠમા નંબરનો અને સૌથી સારું મુહૂર્ત છે. આકાશ મંડળમાં મધ્યની સ્થિતિમાં હોવાના કારણે સ્વયંસિદ્ધ ગણાય છે. તેની વિશિષ્ટતા એ પણ છે કે કોઈ પણ વિશેષ યોગ વગર પણ આ મુહૂર્તમાં કરાયેલું કામ ફળદાયી હોય છે. સાધ્ય યોગે આ નામાંકનના દિવસને વધુ શુભકારી પણ બનાવ્યો છે. 

જુઓ LIVE TV

ગુરુ બૃહસ્પતિની જોવા મળશે અસર
જ્યોતિષી વિમલ જૈનનું કહેવું છે કે પીએમ મોદીની જન્મ અને નામ રાશિ, બંને જ વૃશ્ચિક છે. આ રાશિમાં 24 એપ્રિલથી ગુરુ બૃહસ્પતિના આગમન આગમનનું વિશેષ મહત્વ છે. બૃહસ્પતિના રાશિ પરિવર્તિનની અસર ચૂંટણીમાં જોવા મળશે. ગુરુ બૃહસ્પતિની કૃપાથી જ વ્યક્તિને રાજયોગ મળે છે. આ જ રીતે કાશીમાં કોઈ પણ શુભ કામ શરૂ કરતા પહેલા દંડના અધિકારી અને કલ્યાણ કરનારા બાબા કાલભૈરવના દર્શનથી પણ મનોકામના પૂરી થાય જ છે. તેમની કૃપાથી દરેક પ્રકારના કષ્ટ, દોષ તથા નજરબાધા દૂર થાય છે. એવી પણ માન્યતા છે કે કાલભૈરવના દર્શન માત્રથી યમના દંડથી બચી શકાય છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news