5 લોકસભામાં પ્રભુત્વ ધરાવતો સમાજ રૂપાલાથી નારાજ, ભાજપને દાવ ખેલ્યો પણ ઉંધો પડ્યો

Loksabha Election 2024: રૂપાલા વિવાદ સમાવવાનું નામ નથી લઈ રહ્યો એક પછી એક રોજ નવા નવા રંગોનો તેમાં ઉમેરો થઈ રહ્યો છે. આ લડાઈ હવે સમાજની અંદર જ અંદરો અંદરની લડાઈ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. જે કાઠી સમાજની ગુજરાતમાં 7થી 8 ટકા વસતી છે. રાજકોટ અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર આ સમાજની બહોળી બહૂમતિ છે.

5 લોકસભામાં પ્રભુત્વ ધરાવતો સમાજ રૂપાલાથી નારાજ, ભાજપને દાવ ખેલ્યો પણ ઉંધો પડ્યો

Loksabha Election 2024: રૂપાલાથી નારાજ ક્ષત્રિયોને મનાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. 12 એપ્રિલે ક્ષત્રિય સમાજની એક મોટી જ્ઞાતિ કાઠી સમાજે રૂપાલના સમર્થન આપ્યું છે પરંતુ 13 એપ્રિલે કાઠી સમાજના અન્ય લોકોએ મીડિયા સામે આવીને રૂપાલાનો વિરોધ કર્યો. એટલે કે હવે કાઠી સમાજમાં જ બે ભાગ પડી ગયા હોય તેમ લાગી રહ્યું છે. ક્ષત્રિયો અને રૂપાલા વચ્ચેનો આ વિવાદ હવે ક્યાં જઈને અટકશે?. આ વિવાદને કારણે સમાજમાં અંદરોઅંદર ભાગલા પડવા લાગ્યા છે.

  • રૂપાલા વિવાદમાં હવે વધુ એક સમાજમાં પડ્યા ભાગલા
  • ક્ષત્રિય કાઠી સમાજમાં પણ પડી ગયા બે ભાગ
  • એક જૂથ રૂપાલાના સમર્થનમાં, બીજુ વિરોધમાં
  • કાઠી સમાજના પ્રમુખે રૂપાલાનું કર્યું હતું સમર્થન 
  • કાઠી રાજવીઓએ રૂપાલાના વિરોધમાં આપ્યું નિવેદન 
  • રૂપાલા વિવાદમાં રોજ જોવા મળી રહ્યા છે નવા નવા રંગ

રાજકોટમાં ઓલવાયું નથી, ત્યાં વડોદરામાં સળગ્યું! ભાજપની જૂથબંધી વોર્ડકક્ષાએ છતી થઈ

રૂપાલા વિવાદ સમાવવાનું નામ નથી લઈ રહ્યો એક પછી એક રોજ નવા નવા રંગોનો તેમાં ઉમેરો થઈ રહ્યો છે. આ લડાઈ હવે સમાજની અંદર જ અંદરો અંદરની લડાઈ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. જે કાઠી સમાજની ગુજરાતમાં 7થી 8 ટકા વસતી છે. રાજકોટ અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર આ સમાજની બહોળી બહૂમતિ છે. તે સમાજ પણ હવે રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેની લડાઈમાં વહેંચાઈ ગયો છે. સમાજની એક વર્ગ રૂપાલાને માફ કરવાના મુડમાં છે. તો બીજો વર્ગ માફ નહીં કરવાના મુડમાં છે. આ જ સમાજના પ્રમુખ મુન્નાભાઈ વિંછીયા અને સમાજના અન્ય અગ્રણીઓએ મીડિયા સામે આવીને એવું નિવેદન આપ્યું હતું કે, અમે હિન્દુત્વ અને સનાતનના મુદ્દાને કારણે રૂપાલાની સાથે છીએ. કોઈ માફી માંગે કે કોઈ માફી મંગાવે તેની સાથે અમારે કોઈ લેવાદેવા નથી. 

કાઠી સમાજના આગેવાન પ્રતાપ ખુમાણે મીડિયા સમક્ષ આવીને કહ્યું કે, રૂપાલાના નિવેદનનો અમે વિરોધ કરીએ છીએ. જો કે તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે અમારો વિરોધ રૂપાલા સામે છે. ભાજપ સામે નથી રૂપાલાએ નિખાલસ્તાથી માફી નથી માગી તેવું પણ તેમણે કહ્યું. રૂપાલાની કોઈ પણ માફી સમાજને લાગેલી ચોટને દૂર કરી શકે તેમ નથી. અમે રૂપાલા સામે ચાલી રહેલા આંદોલનની સાથે છીએ.

આ વિવાદથી એટલું તો સમજી જ શકાય છે કે સમાજની અંદર જ બે ભાગ પડી ગયા છે. જે સમાજ માટે સારી વાત નથી. હવે વાત કાઠી સમાજની કરીએ તો, કાઠી સમાજની મહેમાનગતિના અનેક ગુણગાન ગાવામાં આવે છે. ગુજરાતમાં આ સમાજની મોટી વસતી છે. સમગ્ર રાજ્યમાં 7થી 8 ટકા આ સમાજનું પ્રભુત્વ છે. એકલા રાજકોટમાં દોઢ લાખ જેટલા મતદારો કાઠી છે. તો રાજકોટ સિવાય સુરેન્દ્રનગરમાં પણ દોઢ લાખ જેટલા કાઠી મતદારો છે. આ સિવાય અમરેલી, રાજુલા, જૂનાગઢ અને બોટાદમાં કાઠી સમાજની મોટી વસતી વસવાટ કરે છે. 

  • ગુજરાતમાં કાઠી સમાજ
  • ગુજરાતમાં આ સમાજની મોટી વસતી છે
  • રાજ્યમાં 7થી 8 ટકા કાઠી સમાજનું પ્રભુત્વ
  • એકલા રાજકોટમાં દોઢ લાખ જેટલા મતદારો કાઠી
  • સુરેન્દ્રનગરમાં પણ દોઢ લાખ જેટલા કાઠી મતદારો
  • અમરેલી, રાજુલા, જૂનાગઢ,બોટાદમાં કાઠી સમાજની મોટી વસતી

નોકરીની લાલચમાં યુવતીનો વારંવાર દેહ ચૂંથાયો, યુવકથી બચવા ગઈ તો તાંત્રિકે પણ...

કાઠી સમાજની વસ્તી ન માત્ર રાજકોટ પરંતુ સુરેન્દ્રનગર અને અમરેલી લોકસભા બેઠક પર પણ મોટી સંખ્યામાં છે. આ તમામ લોકો કોની તરફેણમાં મતદાન કરે છે તે જોવાનું રહેશે. કારણ કે રૂપાલા વિવાદથી નુકસાન માત્ર રૂપાલાને જ નહીં પરંતુ ભાજપને ઘણી બધી બેઠક પર થઈ રહ્યું છે. ત્યારે એ જોવાનું રહેશે કે આ વિવાદનો ક્યારે કોઈ સુખદ હલ નીકળે છે?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

loksabha electiongujaratGujarat politicsGujarat modelલોકસભા ચૂંટણીગુજરાત પેટાચૂંટણીભાજપે આયાતી ઉમેદવારોને ટિકિટ આપીપેટાચૂંટણીના ઉમેદવાર જાહેરbjp candidate listજાણો કોને મળી ટિકિટઉમેદવારોની જાહેરાતભાજપના ઉમેદવારબ્રેકિંગ ન્યૂઝગુજરાતમાં પેટાચૂંટણીLok Sabha Election 2024Loksabha Chunav 2024Gujarat Loksabha Elections Dateપક્ષપલટુપક્ષપલટોઆયાતી ઉમેદવારને ટિકિટકોંગ્રેસયુક્ત ભાજપઘરના છોકરા ઘંટી ચાટેગુજરાત ભાજપભાજપનો ભરતી મેળોPolitical Wargujarat bjp internal politicsભાજપમાં ભડકોભાજપના ઉમેદવારનો વિરોધપરસોત્તમ રૂપાલારૂપાલાનો વિરોધક્ષત્રિય સમાજParsottam Rupalapm modiમોદીના નામે વોટ5 લાખની લીડગુજરાત મોડલમજૂરિયા કાર્યકર્તા5 લાખ લીડ5 lakhs leadAb Ki Bar 400 Par rajput maha sammelanક્ષત્રિયોનું મહા સંમેલનપાટીદાર આંદોલનકાઠી ક્ષત્રિય સમાજમાં બે ફાંટાકાઠી દરબાર

Trending news