ઉત્તર ગુજરાતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવું લીધું સત્તાનું સુકાન, કોંગ્રેસના ગઢમાં ગાબડું

બનાસકાંઠા જિલ્લામાં આજે 13 તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે કોંગ્રેસ પાસે રહેલી ચાર તાલુકા પંચાયત પર સત્તા મેળવતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. અઢી વર્ષ અગાઉ થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી તે ટકાવી રાખવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી છે.

ઉત્તર ગુજરાતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવું લીધું સત્તાનું સુકાન, કોંગ્રેસના ગઢમાં ગાબડું

અલ્કેશ રાવ, પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં આજે 13 તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે કોંગ્રેસ પાસે રહેલી ચાર તાલુકા પંચાયત પર સત્તા મેળવતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. અઢી વર્ષ અગાઉ થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી તે ટકાવી રાખવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી છે.

બનાસકાંઠા જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અગત્યની ગણાતી તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જિલ્લામાં કુલ ૧૪ તાલુકા પંચાયત છે જે પૈકીની લાખણી તાલુકા પંચાયતનો કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય બાકીની 13 તાલુકા પંચાયત માટે આજે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે વડગામ દાંતીવાડા દિયોદર અને ભાભર તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી છીનવી સત્તાનું સુકાન સંભાળ્યું હતું. 

જ્યારે કાંકરેજ તાલુકા પંચાયતમાં ભાજપને હરાવી કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં કુલ 14 તાલુકા પંચાયત માંથી હવે માત્ર ત્રણ જ તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે છે. જ્યારે બાકીની 10 તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જેથી ભાજપના કાર્યકરોમાં આનંદનો માહોલ છવાયો છે..તો જે તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે સત્તા ટકાવી રાખી છે ત્યાં તેમના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ બનતાં તેવોએ ખુશી વ્યક્ત કરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં આજે યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં જે સદસ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા છે. તેમણે કોંગ્રેસના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. સૌથી મહત્વની બાબત એ છે કે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના અબાસણા ગામના જ વ્યક્તિએ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપમાં આવી ભાભર તાલુકા પંચાયતના પ્રમુખ પદ મળ્યું છે. તાલુકા પંચાયતના સદસ્ય એવા હકીબેન ઠાકોરને ભાભર તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. 

તેમણે આક્ષેપ કર્યો છે કે ધારાસભ્યની પોતાની મનમાની ચલાવતા હતા. તેમજ વિકાસના કામો પોતાના સગાઓને આપી ભ્રષ્ટાચાર આચરતા હતા જેથી કંટાળીને તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે..જોકે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર થયેલા આક્ષેપો મામલે ગેનીબેન ઠાકોરે ખુલાસો કર્યો હતો કે પક્ષ પલટો કર્યા બાદ આક્ષેપો થવા સ્વાભાવિક છે. પરંતુ જે વ્યક્તિ મારા પર આક્ષેપ કરી રહ્યો છે તેને ટીકીટ અપાવી હતી મારા ગામનો જ વ્યક્તિ છે. પરંતુ હવે ભાજપના સંપર્કમાં આવ્યો હોવાથી મારી સામે આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે. અઢી વર્ષ બાદ જ્યારે લોકો પાસે મત લેવા જશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

અઢી વર્ષ બાદ ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા મેળવવામાં નિષ્ફળ નીવડી છે અને તેના જ કારણે ભાજપે તેની ચાર તાલુકા પંચાયતો પર સત્તાનું સુકાન સંભાળ્યું છે હજુ પણ જો કોંગ્રેસ કાર્યકરોમાં વધુ વિશ્વાસ સંપાદીત નહીં કરે તો આગામી સમયમાં કોંગ્રેસનો ગઢ ગણાતો બનાસકાંઠા જિલ્લો પણ ભાજપ મય બની જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

તાલુકા પંચાયત
સુઈગામ :- ભાજપ
પ્રમુખ :- મેવાભાઈ કલાલ
ઉપપ્રમુખ :- સતીબેન ચૌધરી

ધાનેરા :- ભાજપ
પ્રમુખ :- સોનાભાઈ પટેલ
ઉપપ્રમુખ :- કુસુમબેન ઠાકોર

વાવ :- ભાજપ
પ્રમુખ :- ધુળીબેન રાજપૂત
ઉપપ્રમુખ :- ગોમતીબેન પટેલ

થરાદ :- ભાજપ
પ્રમુખ :- દાનાભાઈ માળી
ઉપપ્રમુખ :- ધીરજ પટેલ

ડીસા :- ભાજપ
પ્રમુખ :- વિજાબેન બોકરવાડિયા
ઉપપ્રમુખ :- રાધાબા સોલંકી

અમીરગઢ :- ભાજપ
પ્રમુખ :- પાયલબેન મોદી
ઉપપ્રમુખ :- મનહરબા ચૌહાણ

દિયોદર :- ભાજપ
પ્રમુખ :- ઉત્તમસિંહ વાઘેલા
ઉપપ્રમુખ :- અમરબેન ચૌહાણ

વડગામ :- ભાજપ
પ્રમુખ :- પરથીભાઈ ચૌધરી
ઉપપ્રમુખ :- સવિતાબેન બેગડીયા

ભાભર :- ભાજપ
પ્રમુખ :- હકીબેન ઠાકોર
ઉપપ્રમુખ :- 

દાંતીવાડા :- ભાજપ
પ્રમુખ :- ભૂરીબેન મકવાણા
ઉપપ્રમુખ :- રમેશભાઈ ઘાડીયા

દાંતા :- કોંગ્રેસ
પ્રમુખ :- જ્યોત્સનાબેન તરાલ(કોંગ્રેસ)
ઉપપ્રમુખ :- નેહલબેન ઠાકોર (ભાજપ)

કાંકરેજ :- કોંગ્રેસ
પ્રમુખ :- ક્રિષ્ના ઠાકોર
ઉપપ્રમુખ :- રામસિંહ રબારી

પાલનપુર :- કોંગ્રેસ
પ્રમુખ :- સંગીતાબેન ડાકા
ઉપપ્રમુખ :- જવાનજી ઠાકોર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news