ભાજપે અલ્પેશ ઠાકોરને રાધનપુરથી નહી, પણ કઈ બેઠક પરથી ચૂંટણી લડાવશે? અલ્પેશે કહ્યું; 'હું જીતી બતાવીશ'
ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ઝી 24 કલાક સાથે વાતચીત કરી હતી. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ટીકીટ મળવા બદલ ભાજપના નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું. જો કે કઈ બેઠકથી ટીકીટ મળી રહી છે, એ અંગે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી નહોતી.
Trending Photos
ગાંધીનગરઃ ચૂંટણીને લઇને ભાજપ આજે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. ત્યારે અલ્પેશ ઠાકોરને લઈને રાજકારણમાં ચર્ચાઓ વહેતી થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના નેતા અલ્પેશ ઠાકોર રાધનપુરથી નહી પરંતુ ગાંધીનગર દક્ષિણથી ચૂંટણી લડશે. બીજી બાજુ જે ઉમેદવારને ટીકીટ મળી શકે છે તેવા ઉમેદવારોને મોડી રાત્રે દિલ્હીથી ફોન કરીને સૂચનાઓ આપવામાં આવી છે.
ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ઝી 24 કલાક સાથે વાતચીત કરી હતી. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ટીકીટ મળવા બદલ ભાજપના નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું. જો કે કઈ બેઠકથી ટીકીટ મળી રહી છે, એ અંગે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી નહોતી. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં અલ્પેશે કહ્યું કે, પક્ષ જ્યાંથી પણ ટીકીટ આપે, પક્ષને જીતાડીશ. ભાજપ કેડર બેઝ પાર્ટી છે. જે પણ સિનિયર નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે એમણે યુવાનો માટે જગ્યા કરી છે. ભાજપના તમામ કાર્યકર શિસ્તબધ્ધ રીતે પાર્ટી માટે કામ કરે છે.
લીલી પેનથી સહી કરવા અંગે ભૂતકાળમાં કહેલી વાત મામલે અલ્પેશ ઠાકોરે કહ્યું કે, જે તે સમયે મજાકમાં કહેલી વાત હતી. એ વાત આટલી સિરિયસ રીતે લેવામાં આવશે એનો અંદાજ નહતો.
મહત્વનું છે કે, શંભુજી ઠાકોરના સ્થાને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરને ભાજપ મેદાનમાં ઉતારી શકે છે. અલ્પેશને ઓબીસી પ્રભુત્વવાળી બેઠકોની જવાબદારી સોંપાઇ છે. ઉત્તર ગુજરાતની ઠાકોર સમાજ પ્રભુત્વવાળી બેઠકો પર પ્રચારની અલ્પેશ ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે. રાધનપુર બેઠકથી લવિંગજી ઠાકોર ચૂંટણી લડે તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે