તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવતી સરકાર પોતાના નેતાઓ પર અંકુશ રાખી શક્તી નથી

કરજણ, ડાંગના ઉમેદવારો આજે પોતાના કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા ગયા હતા. પરંતુ ભાજપના નેતાઓ જ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ભૂલ્યા હતા

તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવતી સરકાર પોતાના નેતાઓ પર અંકુશ રાખી શક્તી નથી

રવિ અગ્રવાલ/સ્નેહલ પટેલ/રાજેન્દ્ર ઠક્કર/બ્યૂરો :3 નવેમ્બરે ગુજરાતની આઠ બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે જે ઉમેદવારોના નામ જાહેર થયા છે તેઓએ ફોર્મ  ભરવાની શરૂઆત કરી છે. આજે ભાજપ (bjp) ના ત્રણ બેઠકના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. કરજણ, ડાંગના ઉમેદવારો આજે પોતાના કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા ગયા હતા. પરંતુ ભાજપના નેતાઓ જ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ભૂલ્યા હતા. સરકાર એક તરફ તહેવારની ઉજવણી પર પ્રતિબંધ લગાવે છે, પરંતુ બીજી તરફ પોતાના નેતાઓ પર અંકુશ રાખી શક્તા નથી.  

આ પણ વાંચો : ભક્તો માટે નિરાશાજનક સમાચાર : ઈતિહાસમાં પહેલીવાર નવરાત્રિમાં બંધ રહેશે પાવાગઢ મંદિર

કરજણમાં કાર્યાલય બહાર મેળો જામ્યો 
કરજણ બેઠકના ભાજપ ઉમેદવાર અક્ષય પટેલ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તેઓ કરજણ તાલુકા સેવાસદન ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. અક્ષય પટેલ સાથે બે ટેકેદારો હાજર રહ્યા હતા. પરંતુ કરજણ ભાજપ કાર્યાલય પર નિયમોના ધજાગરા ઉડાવવામા આવ્યા હતા. કોરોના મહામારીમાં ચૂંટણી પંચની ગાઈડલાઈન ખુદ નેતાઓ જ ભૂલ્યા હતા. અક્ષય પટેલ, અમિત ઠાકર અને શૈલેશ મહેતાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. કાર્યાલયમાં હોલની કેપેસિટી કરતા વધુ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ, ખુરશીઓ પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ગોઠવાઈ ન હતી. આવામાં જો કોરોના ફેલાશે તો કોન જવાબદાર રહેશે. અનેક કાર્યકર્તાઓ માસ્ક વગર જોવા મળ્યા હતા. તો બીજી તરફ, અક્ષય પટેલે ફોર્મ ભરવા માટે રેલીની મંજૂરી પણ માંગી ન હતી. ચૂંટણી પંચના નિયમો અહી ભૂલી જવાયા હતા. ફોર્મ ભરવા ગયેલા વધારાના કાર્યકર્તાઓને હોદ્દેદારોની ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.  

આ પણ વાંચો : ગુજરાતના કોકિલા કહેવાતા કૌમુદી મુનશીનું નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ 

ડાંગમાં સભા યોજાઈ
ડાંગમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલના ઉમેદવારી પત્ર ભરવા પહેલા સભા યોજાઈ હતી. સ્ટેજ પર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. ભાજપના નેતાનું સન્માન કરવા લોકો સ્ટેજ પર માસ્ક વગર આવ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમમા સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યા હતા.

અબડાસા બેઠક પર પણ ગાઈડલાઈન ભૂલાઈ
કચ્છમાં અબડાસા બેઠક પર ભાજપની સભામાં સોશિયલ ડિસ્ટનસના ધજાગરા ઉડ્યા હતા. રાજ્યના મંત્રી ભુપેન્દ્રસિંહની હાજરીમાં જ કોવિડ 19 ની સરકારના ગાઈડલાઈનની ઐસીતૈસી કરાઈ હતી. સભા પહેલા જ લોકો એકઠા થયા હતા. તો સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો. સાથે જ લોકોની વચ્ચે રૂપિયા પણ ઉડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમા 500 થી વદુ લોકો એકઠા થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news