BJPની 6 મહિલાઓ V/s કોંગ્રેસની એકમાત્ર મહિલા ઉમેદવાર, કોણ દમદાર?

 26 બેઠકમાંથી 6 બેઠક પર ભાજપે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. તો બીજી તરફ, કોંગ્રેસે માત્ર અમદાવાદ પૂર્વની બેઠક પર જ મહિલા ઉમેદવારને ઉભા રાખ્યા છે. 

BJPની 6 મહિલાઓ V/s કોંગ્રેસની એકમાત્ર મહિલા ઉમેદવાર, કોણ દમદાર?

ગુજરાત :2019ની લોકસભાની ચૂંટણી કોઈ સસ્પેન્સભર્યાં ફિલ્મથી ઓછી નથી. આ વખતે જ્યાં બંને પક્ષોને ઉમેદવારોના નામ નક્કી કરવામાં જ આંટા આવી ગયા. જોકે, ટિકીટ ફાળવવામાં ભાજપે મહિલાઓને સારુ એવું પ્રાધાન્ય આપ્યું છે. 26 બેઠકમાંથી 6 બેઠક પર ભાજપે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. તો બીજી તરફ, કોંગ્રેસે માત્ર અમદાવાદ પૂર્વની બેઠક પર જ મહિલા ઉમેદવારને ઉભા રાખ્યા છે. તે પણ મહિલા ઉમેદવારને ટિકીટ ન અપાઈ હોવાની વાત વહેતી છતા કોંગ્રેસે દબાણવશ અમદાવાદ પૂર્વની બેઠક પર પાસના કાર્યકર્તા ગીતા પટેલને ટિકીટ ફાળવી હતી.  

બેઠક ભાજપ કોંગ્રેસ
ભાવનગર ભારતીબેન શિયાળ મનહર પટેલ
જામનગર પૂનમ માડમ મૂળુભાઈ કંડોરિયા
વડોદરા રંજનબેન ભટ્ટ પ્રશાંત પટેલ
સુરત દર્શનબેન જરદોશ અશોક અધેવાડા
છોટા ઉદેપુર ગીતાબેન રાઠવા રણજિતસિંહ રાઠવા
મહેસાણા શારદાબેન પટેલ એ.જે. પટેલ

તો, બીજી બાજુ કોંગ્રેસે હજુ સુધી માત્ર એક મહિલા ઉમેદવાર અમદાવાદ પૂર્વ બેઠક પર ગીતા પટેલને જાહેર કર્યા છે. તો આ સિવાય દાદરાનગર હવેલી પર સામાજિક કાર્યકર્તા અંકિતા પટેલે દાવેદારી નોંધાવી છે. પાટીદાર અનામત આંદોલન સમયે જાણીતા બનેલા એવા રેશ્મા પટેલ પોરબંદર લોકસભાની બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. સાથે જ તેમણે માણાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે ફોર્મ પણ ભર્યું છે. 

2014માં પણ કોંગ્રેસે કોઈ મહિલાને ટિકીટ ન આપી હતી
ભાજપે ગત 2014ની લોકસભા ચૂંટણીમાં 4 મહિલા ઉમેદવારોને ટિકીટ આપી હતી. આ 3ને 2019ની લોકસભા ચૂંટણીમાં રિપીટ કર્યાં છે. જેમાં ભારતીયબેન શિયાળ, પૂનમ માડમ, દર્શના જરદોશને રિપીટ કર્યાં છે. મહેસાણાની સીટ પરથી જયશ્રી પટેલનું પત્તુ કાપ્યું છે, તો બીજી તરફ છોટાઉદેપુરની સીટ પર ગીતાબેન રાઠવાને લડાવ્યા છે. તો બીજી તરફ, 2014ની વાત કરીએ, તો 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે એક પણ મહિલા ઉમેદવારને ચૂંટણીમાં ટિકીટ ફાળવી ન હતી. તે જોતા પાંચ વર્ષમાં આંકડો 0 થી 1 પર પહોંચ્યો છે તેવું કહી શકાય. 
 
ઉલ્લેખનીય છે કે, 1962થી અત્યાર સુધીમાં રાજ્યમાં 131 મહિલાને ટિકિટ અપાઈ છે. જેમાંથી માત્ર 22 મહિલા સંસદ સુધી પહોંચી હતી. 2009માં સૌથી વધુ 18 મહિલાઓને ટિકિટ અપાઈ હતી. જેમાં કચ્છમાંથી ત્રણ, ગાંધીનગરમાં ચાર મહિલાઓ હતી. 2014માં રાજ્યમાંથી ચાર મહિલા સાંસદ બની હતી. આ ચારેય ભાજપની હતી. 

ભાજપી સાંસદ પૂનમ માડમની સંપત્તિ ‘દિન દુગુની રાત ચૌગુની’ની જેમ વધી

પૂનમ માડમ
પૂનમ માડમ ભાજપનો શશક્ત મહિલા ચહેરો છે. પોતાના કાકાને હરાવી ભાજપમા જીત મેળવી સ્થાન બનાવ્યુ છે. આ વિસ્તારમાં તેમની પકડ મજબૂત છે. તખા રાષ્ટ્રીય નેતૃત્વ સાથે ઘરોબો ધરાવે છે.

અંકિતા પટેલ
દાદરાનગર હવેલી લોકસભાની ટિકીટ નટુભાઈ પટેલને અપાતા અંકિતા પટેલ નારાજ થયા હતા. જેને કારણે તેમણે ભાજપ પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું.  અંકિતા પટેલ દાદરા નગર હવેલીમાં એક એનજીઓ ચલાવે છે. તેમની ઈચ્છા હતી કે, તે લોકસભા ચૂંટણી લડી સાંસદ બને. આ મહત્વાકાંક્ષા ભાંગીને ભૂક્કો થતા ભાજપ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. જેના બાદ તેમણે શિવસેના જોઈન કર્યું હતું. અંકિતા પટેલ સામાજિક કાર્યકર ઉપરાંત હોમ મીનિસ્ટરી કમિટીના દાનહના નેશનલ સેક્રેટરી, બીજેપીમાં કમહિલા કિસાન મોરચા તેમજ રોટરી કલબમાં પ્રેસિડેન્ટ પણ હતાં. તેમના રાજીનામાએ સેલવાસના રાજકારણમાં ખળભળાટ સર્જ્યો હતો.

 

દર્શના જરદોશ
સુરત લોકસભાની બેઠક વર્ષોથી મૂળ સુરતી પાસે રહેલી મોનોપોલી છે. કાશીરામ રાણા જેવા સિનીયર આગેવાનનું પત્તું કાપી નવાનિશાળિયા દર્શના જરદોશને ભાજપે ટીકીટ આપી હતી. છેલ્લી બે ટર્મથી દર્શના જરદોશ સાંસદ છે. ગત લોકસભાની ચૂંટણીમાં તેઓ જંગી લીડ સાથે જીત્યા હતા.

શારદાબેન પટેલ
મહેસાણા લોકસાભા સીટ માટે જાહેર કરાયેલા શારદાબેન પટેલ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ પૂર્વ ઉદ્યોગમંત્રી અનિલભાઈ પટેલના પત્ની છે. શારદાબેન પટેલ નાના 12 કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. શારદાબેન પટેલને જીતાડવાની જવાબદારી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને સોંપવામાં આવી છે. મહેસાણા બેઠક પર શારદાબેનની ટક્કર કોંગ્રેસના એ.જે. પટેલ સાથે થશે.

 

ગીતા રાઠવા
છોટાઉદેપુર બેઠક માટે ભાજપે ચાલુ સાંસદ રામસિંહ રાઠવાનું પત્તુ કાપીને ગીતાબેન રાઠવાને ટિકીટ આપી છે. તેઓ નિર્વિવાદિત છબી ધરાવે છે. ગીતાબેન રાઠવા પોતાના નિવાસ સ્થાન કવાંટ તાલુકાની સૈડીવાસન બેઠક ઉપર 1996થી પાંચ વખત સતત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લો વડોદરામાં સમાવિષ્ટ હતો ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. અત્યારસુધી છોટાઉદેપુર બેઠક ઉપર ખેલાતો રાઠવા સામે રાઠવાનો જંગ ફરી એક વાર યથાવત રહ્યો છે. જોકે બંને પક્ષે આ વખતે મોહરા બદલાઈ ગયાં છે. જિલ્લા પંચાયત બાદ સીધા લોકસભાના મેદાનમાં ઉતારેલા ગીતાબેનની સીધી ટક્કર કોંગ્રેસના રણજીતસિંહ રાઠવા સાથે છે.

ગીતા પટેલ
અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલ પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર છે અને હાર્દિક પટેલ સાથે લાંબા સમયથી આ આંદોલનમાં જોડાયેલા છે. પાટીદારો દ્વારા નિકોલના ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ કરવાના હતા. જેમાં પોલીસે ગીતા પટેલની અટકાયત કરી હતી. 

Pics : વોટિંગની શાહી કઈ કંપની બનાવે છે અને ક્યાંથી આવે છે? જાણો રોચક વિગત

ભારતીબેન શિયાળ
ભાવનગરની લોકસભા બેઠક માટે ભાજપે ડો.ભારતીબેન શીયાળને રિપીટ કર્યાં છે. ડો.ભારતીબેન કોળી સમાજમાં થી આવે છે અને ભાજપે ફરી કોળી સમાજમાંથી ઉમેદવારની પસંદગી કરી છે. ગત વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ડો.ભારતીબેનને કુલ ૫૪૯,૫૨૯ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસનાં ઉમેદવાર પ્રવિણભાઈ રાઠોડને કુલ ૨૫૪,૦૪૧ મત મળ્યા હતાં. બંને પક્ષના ઉમેદવાર કોળી સમાજનાં હતા છતાં ભારતીબેનનો ૨૯૫,૪૮૮ મતની લીડથી વિજય થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news