5 થી 9 એપ્રિલ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની મદદથી મોટો આતંકી હુમલો કરી શકે છે જૈશ

જમ્મુ અને કાશ્મીર સતત આતંકના ઓછાયા હેઠળ છે. ગુપ્તચર એજન્સીઓએ ફરી એકવાર પ્રદેશમાં આતંકી હુમલા અંગે એલર્ટ જારી કરી છે. ફ્રેશ એલર્ટ મુજબ પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. તેઓ આ આતંકી હુમલાને આ અઠવાડિયે જ અંજામ આપી શકે છે. પાકિસ્તાન આ માટે આતંકીઓની મદદ કરી રહ્યું છે. આતંકીઓના ગુપ્ત ઈનપુટ મુજબ જૈશના આતંકીઓ આ અઠવાડિયે 5થી 9 એપ્રિલ વચ્ચે ગમે ત્યારે રાજ્યમાં મોટો આતંકી હુમલો કરી શકે છે. જેને ધ્યાનમાં રાખીને સેના અને સુરક્ષાદળોને એલર્ટ રહેવાનું કહેવાયું છે. 
5 થી 9 એપ્રિલ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની મદદથી મોટો આતંકી હુમલો કરી શકે છે જૈશ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર સતત આતંકના ઓછાયા હેઠળ છે. ગુપ્તચર એજન્સીઓએ ફરી એકવાર પ્રદેશમાં આતંકી હુમલા અંગે એલર્ટ જારી કરી છે. ફ્રેશ એલર્ટ મુજબ પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. તેઓ આ આતંકી હુમલાને આ અઠવાડિયે જ અંજામ આપી શકે છે. પાકિસ્તાન આ માટે આતંકીઓની મદદ કરી રહ્યું છે. આતંકીઓના ગુપ્ત ઈનપુટ મુજબ જૈશના આતંકીઓ આ અઠવાડિયે 5થી 9 એપ્રિલ વચ્ચે ગમે ત્યારે રાજ્યમાં મોટો આતંકી હુમલો કરી શકે છે. જેને ધ્યાનમાં રાખીને સેના અને સુરક્ષાદળોને એલર્ટ રહેવાનું કહેવાયું છે. 

ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ પાકિસ્તાન લોકસભા ચૂંટણી 2019 દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ વ્યવસ્થા બગાડવાનું ષડયંત્ર રચી રહ્યું છે. પાકિસ્તાનની ચૂંટણી દરમિયાન રાજ્યમાં મોટા આતંકી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાની ગુપ્તચર  એજન્સી આઈએસઆઈએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તોયબા જેવી 3 ટીમો કાશ્મીર ઘાટી માટે બનાવી છે. આ ટીમો ચૂંટણી દરમિયાન પોલીંગ બૂથ અને ઉમેદવારોને ટારગેટ કરી શકે છે. એજન્સીઓના જણાવ્યાં મુજબ આઈએસઆઈ કાશ્મીર ઘાટીમાં આતંકી હુમલા માટે વિસ્ફોટકોના ઉપયોગ માટે આતંકીઓને અફઘાનિસ્તાનથી આતંકી મોકલીને તાલિમ આપવાની કોશિશમાં છે. 

અત્રે જણાવવાનું કે 11 એપ્રિલથી લોકસભા ચૂંટણી શરૂ થાય છે. 23 મેના રોજ મતગણતરી હાથ ધરાશે. હાલમાં જ ગૃહ મંત્રાલય અને ચૂંટણી પંચ વચ્ચે રાજ્યમાં વધારાના સુરક્ષાદળોના કાફલાને મોકલવાનો નિર્ણય લેવાયો છે. ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં સુરક્ષાદળો સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ  કહ્યું કે રાજ્યમાં ચૂંટણી દરમિયાન તમામ ઉમેદવારોને સુરક્ષા પૂરી પાડવી અને પોલીંગ બૂથ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવી એ મોટું ટાસ્ક છે. પરંતુ કાશ્મીરમાં મતદારો ડર્યા વગર મતદાન કરે તે માટે આ જરૂરી છે. તેમણે કહ્યું કે જો જૂનમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થાય તો તે વખતે 11000 પોલીંગ બૂથ અને 900 ઉમેદવારોને સુરક્ષા પૂરી પાડવી પડશે. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news