General election 2019 1 News

2019ની ચૂંટણીમાં 'નિર્ણાયક' કહેવાતી બેઠકો પર કેટલું થયું મતદાન?
ગુજરાતમાં પાટીદારોની વોટ બેંક દરેક રાજકીય પાર્ટી માટે માત્ર મહત્વની જ નહિ, પરંતુ નિર્ણાયક સાબિત થતી હોય છે. તેથી જ ભાજપ અને કોંગ્રેસ બંને માટે લોકસભાની 2019ની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર બહુ જ મહત્વનું હતું. કારણ કે, પાટીદાર આંદોલન બાદ વિધાનસભા ચૂંટણીમાં ચિત્ર બદલાયુ હતું, જેની સીધી અસર લોકસભા ચૂંટણી પર પડી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 26 માંથી 10 લોકસભા બેઠકો પર પાટીદારો મતો નિર્ણાયક ભૂમિકામાં છે. જો કે તેમાંથી શહેરી બેઠકો પર પાટીદાર હોય કે અન્ય સમાજ હોય તે ભાજપ તરફી જ રહ્યા છે. તો અમરેલી-જુનાગઢ જેવી વિધાનસભામાં પાટીદાર આંદોલન ઉપરાંત ખેડૂતોના પ્રશ્ને પણ પાટીદાર સમાજ ભાજપના વિરોધમાં છે. ત્યારે પાટીદારોના પ્રભુત્વવાળી બેઠકો પર આ વર્ષે કેટલુ મતદાન થયું તેના પર એક નજર કરીએ.
Apr 24,2019, 11:43 AM IST
આંગળીએ ટપકુ કરીને બહાર નીકળ્યા અને જીવ ગયો...
ગુજરાતમાં ગઈકાલે 26 બેઠકો પર 63.67 ટકા મતદાન નોંધાયું. 2014ની ચૂંટણી કરતા સહેજ વધારે કહી શકાય તેટલું 2019ની ચૂંટણીમાં મતદાન થયું. જોકે, મતદાતાઓની નિરાશા આ વખતે પણ સામે આવી હતી, તો બીજી તરફ ગરમીને કારણે પણ અનેક મતદારો ઘરમાં પૂરાઈ રહ્યા હતા, અને વોટ આપવાનું ટાળ્યું હતું. ગઈકાલે બપોરે કાળઝાળ ગરમીમાં મતદાન ઓછું થયું હતું. બપોર સુધીના વોટિંગના આંકડા ઓછા હતા. જ્યાં એક તરફ ગરમીને કારણે લોકો ઘરમાંથી બહાર ન નીકળ્યા, ત્યાં બીજી તરફ કેટલાક વોટર્સ એવા છે જેમણે પોતાનો કિંમતી વોટ આપ્યા બાદ જીવ ગુમાવ્યો હતો. મહેસાણા અને ભરૂચમાં બે વ્યક્તિઓ વોટિંગ કરીને મતદાન બૂથ બહાર નીકળ્યા હતા, અને તેમનો જીવ ગયો હતો. જોકે, બંને શખ્સોએ છેલ્લા શ્વાસ સુધી મતદાનની ફરજ પૂરી કરી હતી.
Apr 24,2019, 8:48 AM IST
પીએમ દીકરાને હીરા બાએ પોતાના હાથથી લાપસી ખવડાવીને મોઢું મીઠુ કરાવ્યું, જુઓ ખાસ Video
Apr 23,2019, 10:40 AM IST

Trending news