સાયબર ક્રાઈમથી પૈસા ગુમાવનારાઓ માટે મોટું અપડેટ, પરત મળશે રૂપિયા

Cyber Crime : રાજ્યમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને પરત મળશે રૂપિયા, રાજ્યમાં 1.34 લાખ લોકોને પરત મળશે 155 કરોડ રૂપિયા, બેંક ખાતામાંથી ઉપડેલા કે ફ્રીઝ થયેલા રૂપિયા છૂટા થશે

સાયબર ક્રાઈમથી પૈસા ગુમાવનારાઓ માટે મોટું અપડેટ, પરત મળશે રૂપિયા

Big Update : રાજ્યમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને તેમના ગુમાવેલા રૂપિયા પરત મળશે. રાજ્યમાં 1.34 લાખ લોકોને તેમના ગુમાવેલા 155 કરોડ રૂપિયા પરત મળશે. બેક ખાતામાંથી ઉપડેલા કે ફ્રીઝ થયેલા રૂપિયા છૂટા થશે. 22 જૂને રાજ્યભરમાં લોક અદાલત યોજાશે. જેમાં સંબંધિત વિભાગને તમામ રિપોર્ટ તૈયાર રાખવા સૂચના અપાઈ છે. ભોગ બનેલા લોકોને રૂબરુ બોલાવીને અરજી તૈયાર કરી રિપોર્ટ કરાશે. રિપોર્ટ અને અરજી સહિતના દસ્તાવેજ લોક અદાલતમાં રજૂ કરાશે. રાજ્યમાં સૌથી વધુ સાયબર ફ્રોડના કેસમાં અમદાવાદ મોખરે છે. 

સાયબર ક્રાઈમના શિકાર વધ્યા
આજકાલ લોકોના તમામ વહેવાર ઓનલાઈન થાય છે. આવામાં અનેક લોકો સાયબર ક્રાઈમન ભોગ બનતા હોય છે. આ માટે લોકો ફરિયાદ તો નોધાવે છે, પરંતુ ફરિયાદ બાદ પણ તેમના નાણાં પરત આવતા નથી. ત્યારે હવે સાયબર ક્રાઈમથી પૈસા ગુમાવનારાઓ માટે સારા સમાચાર આવ્યા છે. 

1.34 લાખ લોકોને 155 કરોડ રૂપિયા પરત મળશે
હવે સાયબર ક્રાઇમનો ભોગ બનેલાઓને તેમના ગુમાવેલા નાણા પાછા મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 1.34 લાખ લોકોને 155 કરોડ રૂપિયા પરત મળશે. 22 જૂનના રોજ રાજ્યભરમાં લોક અદાલત ચાલશે જેમાં સંબંધિત તમામને રિપોર્ટ કરવા માટે હાઇકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે. બેન્કમાંથી ઉપડી ગયેલા, ફ્રોડના કારણે ફ્રીઝ થયેલા નાણા અહી છુટા થશે. હાઇકોર્ટ દ્વારા તમામ પોલીસ કમિશનર, રેન્જ વડાઓ,પોલીસ અધિક્ષકોને આ અંગે સૂચનો આપવામા આવ્યા છે.

આગામી 22 જુન સુધી લોક અદાલત ચાલશે. જેમાં રાજ્યના તમામ શહેર, જિલ્લાઓમાં કરાયેલી ફરિયાદને ધ્યાનમાં લેવામાં આવશે. સાથે જ ભોગ બનનારાઓને રુબરુ બોલાવીને તેમની અરજી તૈયાર કરી રિપોર્ટ રેડી રાખવા સૂચન કરાયા છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તમામ 33 જિલ્લામાંથી સાયબર ક્રાઈમની 2,04,658 ફરિયાદ નોધાઈ છે. જેમાં અડધા ઉપરાંત એટલે કે 1,34,403 પર કામ કરવાનું બાકી છે. તો 70,242 કિસ્સામાં પોલીસ મથકેથી કામગીરી પૂર્ણ કરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news