એક પાક ઉગાવીને ખુશ થઈ ગયા ગુજરાતના ખેડૂતો, માર્કેટમાં મોં માંગ્યા ભાવ મળ્યા

Teka Na Bhave Kharidi : સાબરકાંઠામાં બાજરીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે ખુશખબર આવ્યા છે, તેઓને બાજરીના ટેકાના ભાવ સારા મળી રહ્યાં છે  
 

એક પાક ઉગાવીને ખુશ થઈ ગયા ગુજરાતના ખેડૂતો, માર્કેટમાં મોં માંગ્યા ભાવ મળ્યા

Sabarkantha News શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા : સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે બાજરીનુ ઉત્પાદન કરતા ખેડુતોએ ટેકાના ભાવે બાજરીનું વેચાણ કર્યુ છે સરકારના ટેકાના ભાવ સારા મળતા ખેડુતો હાલ તો ખુશ ખુશાલ થયા છે. અને સારો ભાવ મળતા ખેડુતો હવે ટેકાના ભાવે વેચી રહ્યા છે. 

સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ઉનાળુ પાક ૫૪૦૦ હેક્ટરમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યુ છે. જેમાં આ વર્ષે સારુ ઉત્પાદન મળતા જ ખેડુતોએ બાજરીના વેચાણ અર્થે નીકળ્યા છે. ત્યારે ઓપન માર્કેટમાં ખેડુતોને પુરતા ભાવ મળી રહ્યા નથી. માર્કેટયાર્ડમાં ૪૦૦ થી લઈ ૪૫૦ ઉપરાંતના ભાવ મળી રહ્યા છે. તેની સામે સરકારના ટેકાના ભાવ સારા મળતા ખેડુતોમાં હાલ તો ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે પણ બાજરીનો પાક છે તે અહિ લેવામાં આવે છે અને યોગ્ય વજન કરીને તેને પેક કરીને વજન કરીને મૂકવામાં આવે છે. 
 
સાબરકાંઠા જિલ્લામાં બાજરીનુ વાવેતર કર્યા બાદ સરકારનું ટેકાના ભાવે રજીસ્ટેશન શરૂ કરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ 25 મે ના રોજ ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી. જે ૧૫ જુલાઇ ના રોજ પુર્ણ થશે. ટેકાના ભાવે રજીસ્ટ્રેશનની વાત કરીએ તો જીલ્લામાં કુલ ૧૪૫૦ ખેડુતોએ બાજરીના વેચાણ અર્થે રજીસ્ટેશન કરાવ્યું છે. જેમાં આજ સુધી ૮૮ ખેડુતો વેચાણ અર્થે આવ્યા છે. ઈડર હિંમતનગર અને તલોદ એમ ત્રણ ખરિદ સેન્ટર પર ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે અન્ય જગ્યા કરતા ટેકાના ભાવે સારો ભાવ મળતા દરરોજ ખેડુતો ટેકોના ભાવે વેચવા પહોચી જાય છે. આમ તો તંત્ર દ્વારા દરરોજ 50 થી 60 જેટલા મેસેજ કરવામાં આવે છે જેને લઈને ખેડુતો વેચાણ અર્થે પહોચે છે.

આ વિશે સાબરકાંઠાના પુરવઠા મેનેજર વિજય પટેલે કહ્યું કે, આમ તો ખેડુતો સારા એવા ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી સરકાર કરી રહી છે, ત્યારે માર્કેટ કરતા સરકારના ભાવ સારા મળી રહ્યા છે. જેને લઈને ખેડુતો ટેકાના ભાવે વેચાણ અર્થે વેચી રહ્યા છે સામે ખેડુતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news