ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ, RMC માં નાપાસ ઉમેદવારોની જુનિયર ક્લાર્ક તરીકે નિમણૂંક કરી દેવાઈ

ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ, RMC માં નાપાસ ઉમેદવારોની જુનિયર ક્લાર્ક તરીકે નિમણૂંક કરી દેવાઈ
  • રાજકોટ મનપાની જુનિયર ક્લર્કની ભરતીમાં વિવાદ
  • જુનિયર ક્લર્ક ભરતીમાં CPT પરીક્ષામાં નાપાસ થયેલા 27 વિદ્યાર્થીઓની નિમણૂક કરાઈ
  • 27 ઉમેદવારે CPT નથી આપી અથવા નાપાસ છે તેમને નોકરી અપાઈ
  • વિવાદ બાદ રાજકોટ મનપાએ સિલેક્ટ ઉમેદવારોની યાદી સુધારી 

ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં દરેક પ્રકારની ભરતીમાં કૌભાંડો ચાલી રહ્યાં છે. એક પણ સરકારી નોકરીની ભરતી એવી નથી જ્યાં કૌભાંડ થયુ નહિ હોય. ત્યારે ગુજરાતમાં વધુ એક ભરતીમાં કૌભાંડનો આક્ષેપ થયો હતો. રાજકોટ મનપાની જુનિયર ક્લર્કની ભરતીમાં 122 જગ્યા પર ગેરરીતિનો આક્ષેપ ઉઠ્યો છે. CPT પરીક્ષામાં નાપાસ થયેલા 27 વિદ્યાર્થીઓની નિમણૂંક કરાઈ છે. 27 ઉમેદવારે CPT નથી આપી અથવા નાપાસ છે, છતાં તેમને નોકરી આપવામાં આવી છે. ત્યારે CPT નાપાસ ઉમેદવારને શરતી નિમણૂક અપાતા વિવાદ ઉઠ્યો છે. જોકે, આ અંગે અહેવાલ બહાર આવ્યા બાદ તાત્કાલિક ધોરણે પરિણામ હટાવાયુ હતું. રાજકોટ મનપાએ સિલેક્ટ ઉમેદવારોની યાદી સુધારી હતી. જુનિયર ક્લર્કની ભરતીના પાસ ઉમેદવારોની યાદી સુધારી દેવાઈ હતી. 

ગુજરાતમાં ભરતી કૌભાંડોમાં રૂપિયા ખવડાવતા અને રૂપિયા ખાતા લોકોની કમી નથી, જેથી કોઈ પણ સરકારી નોકરીની ભરતી કૌભાંડથી બાકાત રહી નથી.  રાજકોટ મનપાની જુનિયર ક્લર્કની ભરતીમાં 122 જગ્યા પર ગેરરીતિનો આક્ષેપ ઉઠ્યો છે. નાપાસ થયેલા અને જે ઉમેદવારો સીપીટી આપી નથી તેમના નામ લિસ્ટમાં આવતા વિરોધ ઉઠ્યો હતો. ત્યારે આવા ઉમેદવારોને 6 મહિનામાં CPT પાસ કરવની મુદ્દત અપાતા અન્ય ઉમેવારોમાં રોષ છે. તેઓએ વિરોધ નોંધાવ્યો કે, આ ભરતી નિયમોથી તદ્દન વિરુદ્ધ છે. ઉમેદવારોએ સવાલ ઉઠાવ્યો હતો કે, જો તમારે લેખીત પરીક્ષા પર જ મેરીટ બનાવવું હતું, તો પછી CPT કેમ લેવામાં આવી? 

મહત્વની વાત તો એ છે કે ભરતીની જાહેરાત માં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું, જે ઉમેદવાર cpt પાસ કરશે એ જ આગળની પ્રક્રિયા માટે યોગ્ય ગણાશે. તો શરતી નિમણુક કેમ આપવામાં આવી? અને એવી તો શું જરૂરિયાત પડી કે રાતો રાત ભરતીના નિયમો બદલવામાં આવ્યા, તેવો ઉમેદવારોએ સવાલ પૂછ્યો હતો. 

ત્યારે રાજકોટ મનપાના જુનિયર ભરતી ક્લાર્ક વિવાદનો મુદ્દો સામે આવતા જ RMC દ્વારા ફાઇનલ ઓર્ડરની યાદીમાં સુધારો કરવામાં આવ્યો હતો. મુખ્ય પરીક્ષા અને CPT ની પરીક્ષામાં પાસ હોય તેવા અરજદારોનો સમાવેશ કરાયો છે. ગઇકાલે કેટલાક અરજદારોએ મેયર અને કમિશનરને મળીને રજૂઆત કરી હતી. આ રજૂઆત ધ્યાને આવતા મેયર પ્રદીપ ડવ દ્વારા રિઝલ્ટમાં સુધારો કરવાની સૂચના આપી હતી. સૂચના બાદ સુધારવામાં આવેલ રિઝલ્ટ મૂકવામાં આવ્યું હતું. 

આમ, ZEE 24 કલાકના અહેવાલ બાદ રિઝલ્ટ હટાવાયું હતું. રાજકોટ મનપાએ સિલેક્ટ ઉમેદવારોની યાદી સુધારી હતી. જુનિયર ક્લર્કની ભરતીના પાસ ઉમેદવારોની યાદી સુધારાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news