મોરબી બ્રીજ દુર્ઘટના મામલે મોટા સમાચાર, 136 લોકોના જીવ લેનારા પુલના આરોપી જયસુખ પટેલના રિમાન્ડ મંજૂર

Morbi Bridge Tragedy Update:  મોરબી દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને આજે કોર્ટમાં રજૂ કરીને પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે જયસુખ પટેલને 8 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા. તમને જણાવી દઈએ કે પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. 

મોરબી બ્રીજ દુર્ઘટના મામલે મોટા સમાચાર, 136 લોકોના જીવ લેનારા પુલના આરોપી જયસુખ પટેલના રિમાન્ડ મંજૂર

Morbi Bridge Tragedy Update: મોરબી બ્રીજ દુર્ઘટના કેસ મામલે આજે જયસુખ પટેલને પોલીસે કોર્ટમાં હાજર કર્યા હતા. 136 લોકોના જીવ લેનારા મોરબીના ઝૂલતા પુલનો આરોપી જયસુખ પટેલ 8 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર ધકેલાયો છે. હત્યારા જયસુખ પટેલે ગઈ કાલે કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી અને પોલીસે આજે કોર્ટમાં હાજર કર્યો હતો.

મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આજે જયસુખભાઈ પટેલને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે અને કોર્ટ દ્વારા તેના આગામી તા. 8 સુધી એટલે કે સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જેથી કરીને આગામી દિવસોમાં મહત્વની કેટલીક ચોકાવનારી બાબતો રિમાન્ડ દરમિયાન સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. 

No description available.

મોરબીમાં ગત તા. ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત થયા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને તે ફરિયાદ આધારે પોલીસે જે તે સમયે મેન્ટેનન્સ અને મેનેજમેન્ટનું કામ કરનાર એજન્સીના કુલ મળીને નવ કર્મચારીઓની ધરપકડ કરી હતી અને જે તમામ કર્મચારીઓ સામેનું ચાર્જસીટ પણ મોરબીની ચીફલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યું છે અને આ ચાર્જશીટની અંદર જે તે સમયે ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલને ભાગેડુ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

ગઇકાલે 31 ના રોજ જયસુખભાઇ પટેલ દ્વારા મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને જેલમાં મોકલવામાં આવતા કોર્ટના હુકમ બાદ જેલમાંથી પોલીસે તેનો કબજો મેળવ્યો હતો અને આજે મોડી સાંજે 7:45 કલાકે વાગ્યાના અરસામાં તપાસનીસ અધિકારી દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જયસુખભાઇ પટેલને રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સરકારી વકીલ એસ.કે. વોરા દ્વારા જુદા જુદ ૧૫થી વધુ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી તેની સામે જયસુખભાઇ પટેલના વકીલ દ્વારા હાલમાં તપાસનીસ અધિકારી દ્વારા જે મુદ્દાઓને આગળ રાખીને રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે તે તમામ મુદ્દાઓની માહિતી અગાઉ કંપની તરફથી આપી દેવામાં આવી છે તેવી દલીલ કરવામાં આવી હતી.

બંને પક્ષની દલીલને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા જયસુખભા પટેલના આગામી તા. 8 ફેબ્રુઆરી સુધી એટલે કે સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને આ સાત દિવસના રિમાન્ડ દરમ્યાન ખરેખર પુલ ઉપર કેટલા લોકોને આવવા જવા દેવાની મંજૂરી હતી? પુલનો કરાર પૂરો થઈ ગયો હતો તેમ છતાં પણ કોના કહેવાથી પુલનો કબજો ઓરેવા ગ્રુપે પોતાની પાસે રાખ્યો હતો? જોખમી પુલને શા માટે બંધ કરવામાં આવ્યો ન હતો? તે સહિતના જુદા જુદા મુદ્દાઓની તપાસ કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન કેટલીક ચોકાવનારી માહિતીઓ સામે આવે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.

મહત્વનું છે કે, 136 લોકોના જીવ લેનારા મોરબીના ઝૂલતા પુલનો આરોપી જયસુખ પટેલને જ્યારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ બ્રિજના રિનોવેશનનું કામ જયસુખ પટેલે કર્યું હતું.

શું છે ઓરેવા અને કોણ છે જયસુખ પટેલ?
અજંતા ઓરેવા ગ્રુપ ઓફ કંપનીઝના MD જયસુખ પટેલ ઘડિયાળ, કેલ્ક્યુલેટર, હોમ એપ્લાયન્સીસ તથા એલઈડી બલ્બના ઉદ્યોગમાં જાણીતું નામ છે. તેમની કંપનીની ઘડિયાળો એક સમયે ભારતભરમાં ધૂમ મચાવતી હતી. બાદમાં તેમણે વારંવાર ચીનની મુલાકાત લઈને સીએફએલ અને એલઈડી લેમ્પના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. ફિલિપ્સ કંપની સામે તેમણે ખૂબ સસ્તા દામે 1 વર્ષની ગેરન્ટી આપતા બલ્બ શરુ કર્યા હતા.

બલ્બમાં 1 વર્ષની વોરન્ટીની શરૂઆત કરી હતી
ઉલ્લેખનીય છે કે, ભારતમાં સીએફએલ તથા એલઈડી બલ્બમાં એક વર્ષની વોરન્ટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. તે સમયે ફિલિપ્સ તથા હેવેલ્સ જેવી કંપનીઓને જયસુખ પટેલે હંફાવી હતી. પરંતુ બલ્બમાં એક વર્ષની વોરન્ટી આપનારા ઓરેવા હેન્ગિંગ બ્રિજમાં કોઈ વોરન્ટી આપી ન શક્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news