ખળભળાટ! આયુર્વેદિક દવાની આડમાં મોટા કારોબારનો પર્દાફાશ, આખી ફેક્ટરી ઝડપાઈ
દ્વારકા જિલ્લા LCB એ ગત 26 ના રોજ સેલ્ફ જનરરટેડ આલ્કોહોલ યુક્ત 'કાલ મેઘાસવ' નામની આશરે 4 હજાર નંગ બોટલનો જથ્થો ઝડપયો હતો.
Trending Photos
ઝી બ્યુરો/દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લા LCB દ્વારા ગેરકાયદેસર રીતે સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક દવાની આડમાં ગેરકાયદેસર રીતે આલ્કોહોલ યુક્ત પીણાનું ઉત્પાદન અને વેચાણનો પર્દાફાશ કર્યો.
દ્વારકા જિલ્લા LCB એ ગત 26 ના રોજ સેલ્ફ જનરરટેડ આલ્કોહોલ યુક્ત 'કાલ મેઘાસવ' નામની આશરે 4 હજાર નંગ બોટલનો જથ્થો ઝડપયો હતો. જેની તપાસમાં ખોટા GST નંબર હોવાનું, નશાબંધી અને આબકારી વિભાગનું S.A.2 પરવાના અયોગ્ય હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આલ્કોહોલ યુક્ત પીણુંમાં ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં અમદાવાદ સ્થિત ચંગોદર પાસે ફેકટરીમાં આ પીણું તૈયાર કરવામાં આવતું હોવાનું કબૂલ કર્યું હતું.
આરોપીની કબુલાત બાદ દ્વારકા જિલ્લા LCB એ અમદાવાદ ખાતે ફેકટરીમાંથી સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક કાલ મેઘાસવ નામની દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણું બનાવવાનું મશીન, પાણી, ઇથેનોલ કેમિકલ (આલ્કોહોલ), સિટ્રીક એસિડ, સ્વીટનર અને ફ્લેવર 12.16 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો. જેમાં 840 લીટર ઇથેનોલનો જથ્થો પણ પકડી પાડ્યો.
અમદાવાદ ખાતે રેડ દરમિયાન ત્રણ આરોપીઓની અટકાયત કરી અને અમદાવાદથી સૌરાષ્ટ્ર કચ્છ તેમજ અમદાવાદના વિસ્તારમાં આ આધુનિક મશીનથી બોટલીંગ કરી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતું હોવાનું પણ બહાર આવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે