રાહુલ ગાંધીએ ચાર વર્ષ પહેલા એવુ તો શું કહ્યું હતું કે જેમાં 2 વર્ષની સજા થઈ!
Rahul Gandhi On Modi Surname : ચાર વર્ષ જૂના માનહાનિ કેસમાં આજે સુરત કોર્ટે ચુકાદો આપ્યો છે, જેમાં તેમને બે વર્ષની સજા સંભળાવાઈ છે... ત્યારે ચાર વર્ષ જૂનો કેસ શું છે તે જાણી લઈએ
Trending Photos
Rahul Gandhi Judgement : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ચાર વર્ષ જૂના માનહાનિ કેસમાં સુરત કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે. આ કેસમાં સજા બાદ રાહુલ ગાંધીને તાત્કાલિક જામીન મળી ગયા હતા. તેઓએ કોર્ટમાં કહ્યુ હતું કે, હું કોઈ ઈરાદાપૂર્વક નિવેદન આપ્યું નથી. મારો ઈરાદો ખોટો નહોતો, ભ્રષ્ટાચાર સામે મેં અવાજ ઉઠાવ્યો હતો. હું નામદાર કોર્ટના ચુકાદાને આવકારું છું. ચુકાદા બાદ રાહુલ ગાંધી કોર્ટથી જવા રવાના થયા હતા. પરંતુ તે પહેલા એ જાણો કે રાહુલ ગાંધીએ ચાર વર્ષ પહેલા એવુ તો શું કહ્યુ હતું કે તેમના પર ફરિયાદ થઈ હતી. તેઓએ મોદી સમાજને લઈને કરી હતી ટિપ્પણી. જાણીએ આ કિસ્સા વિશે.
સુરત માનહાનિ કેસ : રાહુલ ગાંધીને બે વર્ષની સજા
મોદી અટક પર ટિપ્પણી કરવી રાહુલ ગાંધીને ભારે પડી છે. સુરત કોર્ટે IPC 499 અને 500 કલમ હેઠળ રાહુલ ગાંધી દોષિત જાહેર કર્યાં છે. જેમાં IPCની કલમ 500માં 2 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. 2 વર્ષની સજા થાય તો સૌથી મોટો સવાલ કે સદસ્યતા જશે કે રહેશે? હાલ રાહુલ ગાંધીને કોર્ટે જામીન આપી દીધા. સુરત કોર્ટે રાહુલ ગાંધીને અપીલ માટે 30 દિવસનો સમય આપ્યો છે. તેમણે કોર્ટમાં કહ્યું કે, મારો ઈરાદો ખોટો નહોતો, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો. જોકે, રાહુલ ગાંધી પાસે હાઈકોર્ટ જવાનો વિકલ્પ ખુલ્લો છે.
રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરવી પડશે.... અપીલ કરી સજા પર જામીન મેળવવા પડશે... અત્યારે કોર્ટે ૩૦ દિવસ સુધી અપીલ કરવાનો સમય આપ્યો છે, 30 દિવસમાં અપીલ નહી કરે તો સજા ભોગવવી પડશે
રાહુલ ગાંધીએ મોદી સમાજ વિશે કથિત ટીપ્પણી કરી હતી. 2019માં કર્ણાટકમાં રાહુલ ગાંધીએ નિવેદન આપ્યુ હતું. જેમાં કોર્ટમાં અત્યાર સુધી 3 વખત રાહુલ ગાંધી હાજર રહ્યાં છે. 2019 ના ચૂંટણી પ્રચારમાં હતી વિવાદીત ટીપ્પણી કરી હતી. બન્ને કેસની દલીલ પૂર્ણ થયા બાદ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. તમામ મોદી ચોર' હોવાની ટીપ્પણીથી વિવાદ થયો હતો. પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનીનો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ લલિત મોદી, નીરવ મોદી મામલે ટિપ્પણી કરી હતી. રાહુલે કહ્યું હતું કે બધા ચોરની અટક કેમ મોદી હોય છે?
શુ હતો મામલો
ત્રણ વર્ષ પહેલા કર્ણાટક (Karnataka) ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી.
સજા નહિ સંસદપદ મહત્વનું છે
માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. સુરત સેશન્સ કોર્ટે રાહુલને 2 વર્ષની સજા ફટકારી છે. 2 વર્ષની સજા થતા રાહુલ ગાંધી સંસદસભ્ય પદ ગુમાવી શકે છે. નિર્ણય વિરુદ્ધ અપીલ કરવા કોર્ટે રાહુલ ગાંધીને 30 દિવસનો સમય આપ્યો છે. સભ્યપદ બચાવવા માટે રાહુલ ગાધીએ સજા પર સ્ટે મેળવવું જરૂરી છે. તેના માટે તેમને 30 દિવસની અંદર ફરી એકવાર કોર્ટમાં હાજર રહેવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે