અધિકારીઓ ફફડી ગયા! CM ભૂપેન્દ્ર પટેલે કરી ગાંધીનગરમાં આ કચેરીની સરપ્રાઈઝ વિઝિટ, પછી જે થયું...

વિધાનસભાનું અંદાજપત્ર સત્ર હાલ ચાલી રહયું છે ત્યારે મંગળવારે બે બેઠકો હોવાથી મુખ્યમંત્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ સમગ્ર દિવસ દરમિયાન વિધાનસભા કાર્યાલયમાં ઉપસ્થિત રહેવાના હતા.  

અધિકારીઓ ફફડી ગયા! CM ભૂપેન્દ્ર પટેલે કરી ગાંધીનગરમાં આ કચેરીની સરપ્રાઈઝ વિઝિટ, પછી જે થયું...

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીની ઓચિંતી મુલાકાત લેતા કર્મચારીઓ દંગ રહી ગયા હતા. ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીની ઓચિંતી મુલાકાતે મંગળવારના રોજ સાંજે પહોંચ્યા હતા.

વિધાનસભાનું અંદાજપત્ર સત્ર હાલ ચાલી રહયું છે ત્યારે મંગળવારે બે બેઠકો હોવાથી મુખ્યમંત્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ સમગ્ર દિવસ દરમિયાન વિધાનસભા કાર્યાલયમાં ઉપસ્થિત રહેવાના હતા.  મુખ્યમંત્રીએ પોતાના આ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં અચાનક જ ફેરફાર કરીને કોઇને ય જાણ કર્યા વગર સાંજના સમયે સીધા જૂના સચિવાલયના બ્લોક નંબર-18 માં આવેલી પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીની ઓચિંતિ મુલાકાતે પહોંચી ગયા હતા.

No description available.

તેમણે કચેરીના અધિકારી / કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરીને કામગીરીની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ આ કચેરીમાં પોતાના કામ અર્થે આવેલા વરિષ્ઠ પેન્શનર્સ અને અન્ય અરજદારો સાથે પણ સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ ઓચિંતી મુલાકાતથી પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીના કર્મયોગીઓ આશ્ચર્ય અનુભવવા સાથે મુખ્યમંત્રીના જનસંવેદનાપૂર્ણ અભિગમથી પ્રભાવિત થયા હતા.

મુખ્યમંત્રીની આ ઓચિંતી મુલાકાત ની જાણ થતાં જ મુખ્ય સચિવ રાજકુમાર, નાણાં વિભાગના અગ્ર સચિવ ગુપ્તા, અગ્ર સચિવ મોના ખંધાર પણ પેન્શન પ્રોવિડન્ટ ફન્ડ નિયામક કચેરીએ પહોંચ્યા હતા અને મુલાકાતમાં જોડાયા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news