ભાવનગર : શહેરનો રિંગરોડ બિસ્માર તંત્રના પેટનું પાણી પણ નથી હલતું
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: શહેરનો રિંગ રોડ બિસ્માર બન્યો છે, અનેક જગ્યા પર ખાડાઓ પડી ગયા છે તો ક્યાંક રોડનું જ ધોવાણ થઈ ગયું છે, હિલપાર્ક નજીકથી પસાર થતા રિંગ રોડની હાલત પણ અતિ કફોડી બની છે, અહીં રોડનું કામ ચાલુ થયા બાદ બે વર્ષ વીતવા છતાં લોકોને રોડની સુવિધા જ નથી મળી, બીજા જિલ્લામાં જવા માટે પસાર થતા ભારે વાહનોને કારણે ધૂળની ડમરી ઉડવાથી સ્થાનિક રહીશો પણ પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ઝડપથી રોડની કામગીરી શરૂ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
ભાવનગર જિલ્લાના તમામ માર્ગો બિસ્માર બન્યા છે, ત્યારે શહેરના અંતરિયાળ રોડની સ્થિતિ પણ સારી ના કહી શકાય એવી બની ગઈ છે, ભાવનગર ના એક માત્ર રિંગરોડ ની સ્થિતિ પણ ખૂબ કફોડી બની છે, ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે બિસ્માર બનેલા રોડના કારણે અકસ્માત થવાનો ભય પણ લોકો ને સતાવી રહ્યો છે, રોડ ની હાલત ખરાબ હોવાના કારણે ઇમરજન્સી વાહનોને પણ અહીં થી પસાર થવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે, ત્યારે સત્વરે રોડની કામગીરી શરૂ કરવામાં આવે એવી તંત્ર પાસે લોકો આશા રાખી રહ્યા છે.
ભાવનગર શહેરના હિલપાર્ક નજીકથી પસાર થતા 120 ફિટ રીંગરોડની હાલત ખૂબ ન ખરાબ છે, તંત્ર દ્વારા અહીં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, એમાટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ હતી પરંતુ મનપા, બાડા અને પીડબલ્યુડી સહિતના ત્રણ વિભાગોમાં વચ્ચેની ખેંચતાણ ના કારણે આ રોડનું કામ કોણ કરશે એ પ્રશ્ન છે જ્યારે હાલ તો આ રીંગરોડની હાલત ખૂબ દયનિય બની છે, લોકોને રોડ પરથી પસાર થવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઝડપથી આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે તો સ્થાનિક લોકો સાથે પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોની મુશ્કેલીનો પણ હલ થઈ શકે એમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે