સંબંધનો કરૂણ અંજામ: માતાનો પુત્રના મિત્ર સાથે પ્રેમ, પ્રેમમાં નડતરરૂપ યુવકની હત્યા

ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં યોગેશ બારૈયા નામના યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. પ્રેમમાં નડતરરૂપ યુવાન સાથે અગાઉ થયેલા ઝઘડાની દાઝ રાખી ચાર યુવાનોએ એક સંપ કરી તેના પર તૂટી પડ્યા હતા. યોગેશ બારૈયા તેના ઘર નજીક ઉભો હતો ત્યારે અચાનક આવી ચડેલા ચારે યુવાનોએ તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ઇજાગ્રસ્ત યોગેશને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારે યુવકની માતાએ ચાર યુવાનો વિરુદ્ધ પુત્રની હત્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય હત્યારાઓને ઝડપી જેલ હવાલે કરી દીધા છે.
સંબંધનો કરૂણ અંજામ: માતાનો પુત્રના મિત્ર સાથે પ્રેમ, પ્રેમમાં નડતરરૂપ યુવકની હત્યા

નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં યોગેશ બારૈયા નામના યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. પ્રેમમાં નડતરરૂપ યુવાન સાથે અગાઉ થયેલા ઝઘડાની દાઝ રાખી ચાર યુવાનોએ એક સંપ કરી તેના પર તૂટી પડ્યા હતા. યોગેશ બારૈયા તેના ઘર નજીક ઉભો હતો ત્યારે અચાનક આવી ચડેલા ચારે યુવાનોએ તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ઇજાગ્રસ્ત યોગેશને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારે યુવકની માતાએ ચાર યુવાનો વિરુદ્ધ પુત્રની હત્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય હત્યારાઓને ઝડપી જેલ હવાલે કરી દીધા છે.

ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં રહેતા યુવાન યોગેશ બારૈયાને તેની માતા અને મિત્ર સોહિલ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની જાણ થઈ ગઈ હતી. જેથી સોહિલ સાથે તેને અગાઉ ઝઘડો થયો હતો. તે ઝઘડાની દાઝ રાખી અને પ્રેમમાં નડતરરૂપ મિત્રનું કાસળ કાઢી નાખવા સોહિલ એ પ્લાન બનાવ્યો હતો જેમાં તેણે તેના અન્ય ત્રણ મિત્રોની પણ મદદ લીધી હતી, જેથી તેઓ ચારેય યુવાનો તારીખ ૭ ઓગસ્ટના દિવસે રાત્રે ૯ વાગે તેના ઘર નજીક ગયા હતા, ત્યારે યોગેશ બારૈયા તેના ઘર પાસે ઉભો હતો, જેથી તેની સાથે ઝઘડો કરી યોગેશ કાઈ સમજે એ પહેલાં ચારેય યુવાનો તેના પર તૂટી પડ્યા હતા અને સાથે લાવેલા તીક્ષ્ણ હથિયારોના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા યોગેશ ત્યાંજ ફસડાઈ પડ્યો હતો.

જ્યારે ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યારે ગંભીર રીતે ઘવાયેલા યોગેશને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું, જ્યારે પુત્રની હત્યા થતા માતાએ ચારેય યુવાનો વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોડીરાત્રે ચારેય હત્યારાઓને ઝડપી લીધા હતા, તેમજ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી, પોલીસે ચારેય આરોપીઓને નજરકેદ રાખી પ્રથમ તમામના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા જેના નેગેટિવ રિપોર્ટ આવી જતા તમામ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુન્હો દાખલ કરી કોર્ટમાં રજૂ કરતા ચારેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

પોલીસે ઝડપી લીધેલા ચાર આરોપીઓ પૈકી મુખ્ય આરોપી
(૧) સોહિલ ઉર્ફે સોયલો રફીક બગડ ઉ.વ.24 રહે. રાણીકા વિસ્તાર (૨) પારસ ઉર્ફે વાણીયો વિનોદ ગુંદીગરા ઉ.વ.24 રહે.ભરતનગર (૩) રાહુલ ઉર્ફે કાંચો રાજુ બારૈયા ઉ.વ.19 રહે.રાણીકા (૪) સાહિલ સિલું જાખરા ઉ.વ. 22 રહે ફુલસર સહિતના યુવાનોની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news