Corona Latest Update: મળ્યા રાહતના સમાચાર!, જાણો દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
કોરોના (Corona Virus) ના કેસમાં આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 53,601 દર્દીઓ નોંધાયા છે. આ સાથે 15,83,490 લોકોએ કોરોનાને માત આપી છે. જ્યારે હાલ 6,39,929 લોકો સારવાર હેઠળ છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના (Corona Virus) ના કેસમાં આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 53,601 દર્દીઓ નોંધાયા છે. આ સાથે 15,83,490 લોકોએ કોરોનાને માત આપી છે. જ્યારે હાલ 6,39,929 લોકો સારવાર હેઠળ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ એક જ દિવસમાં 871 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી કુલ 45,257 લોકોએ જીવ ગુમાવ્યાં છે. કેન્દ્ર સરકારના જણાવ્યાં મુજબ ભારતમાં હાલ એક્ટિવ કેસની ટકાવારી 28.21% છે જ્યારે રિકવરી રેટ વધીને 69.80% થયો છે અને ડેથરેટ 1.99% છે.
Now, India has 28.21% active cases, 69.80% cured/discharged/migrated and 1.99% deaths: Government of India. https://t.co/anIefKqDIG
— ANI (@ANI) August 11, 2020
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશમાં 2,52,81,848 સેમ્પલ ટેસ્ટિંગ થયા છે. જેમાંથી 6,98,290 જેટલા નમૂનાનું પરિક્ષણ ગઈ કાલે કરાયું છે. મહારાષ્ટ્રમાં હજું પણ કોરોનાનો પ્રકોપ યથાયત છે.
તાજા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 148042 છે. જ્યારે 358421 લોકોએ કોરોનાને માત આપી છે અને 18050 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ગઈ કાલે 1056 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1138 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે.
The total number of #COVID19 samples tested up to 10th August is 2,52,81,848 including 6,98,290 samples tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/CxBQ2LQYcL
— ANI (@ANI) August 11, 2020
રાજ્યમાં ગઈ કાલે કુલ 29604 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 455.44 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,17,234 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1138 દર્દી નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે