ભારે વરસાદે કર્યું તહસનહસ! કાશી વિશ્વનાથની ઝાંખી કરાવતું 156 વર્ષે જૂના જશોનાથ મહાદેવનો ભાગ ધરાશાયી

ભાવનગરના રાજવીઓ ભગવાન શિવ માં ભારે આસ્થા ધરાવતા હતા. તેમજ લોકો સહેલાઈથી દર્શન કરી શકે એ માટે અલગ અલગ વિસ્તારોમાં તત્કાલીન રાજવીઓ દ્વારા શહેરમાં કુલ 22 મંદિરોના નિર્માણ કરવામાં આવેલા છે. 

ભારે વરસાદે કર્યું તહસનહસ! કાશી વિશ્વનાથની ઝાંખી કરાવતું 156 વર્ષે જૂના જશોનાથ મહાદેવનો ભાગ ધરાશાયી

નવનીત દલવાડી/ભાવનગર: શહેરના જશોનાથ સર્કલ પાસે આવેલા પ્રસિદ્ધ જશોનાથ મહાદેવ મંદિરનો જર્જરિત ભાગ ધરાશાય થઈ ગયો હતો. ગઈકાલે પડેલા ધોધમાર વરસાદના પગલે જીર્ણ થઈ ગયેલો મંદિરની પાછળનો કેટલોક ભાગ ધરાશાય થઈ ગયો હતો. ભાવનગરના રાજવીઓ ભગવાન શિવ માં ભારે આસ્થા ધરાવતા હતા. તેમજ લોકો સહેલાઈથી દર્શન કરી શકે એ માટે અલગ અલગ વિસ્તારોમાં તત્કાલીન રાજવીઓ દ્વારા શહેરમાં કુલ 22 મંદિરોના નિર્માણ કરવામાં આવેલા છે. 

ભારત આઝાદ થયા બાદ આ તમામ મંદિરોની જાળવણી ની જવાબદારી સરકારની હોય છે અને હાલ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ એ જવાબદારી સંભાળી રહ્યું છે, પરંતુ આ મંદિરો અતિ પ્રાચીન હોય પુરાતત્વ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવતો હોય છે, અને ત્યાર બાદ તેને રીપેરીંગ કરવાની જરૂર લાગે તો મંજૂરી આપવામાં આવતી હોય છે. ભાવનગર શહેરમાં આવેલા જશોનાથ મહાદેવ મંદિર તત્કાલીન રાજવી મહારાજા જસવંતસિંહજી એ વિક્રમ સંવત ૧૯૨૧ ના નિર્માણ કરાવી ભાવેણા ની પ્રજાને ભેટ ધર્યું હતું. 

આજે આ મંદિરને 170 જેટલા વર્ષ થયા હોય મંદિરનો કેટલોક ભાગ જર્જરિત બની ગયો હોય ગત વર્ષે ભારે વરસાદ વરસતા ધરાશાય થઈ ગયો હતો. જેને રીપેરીંગ કરાવવા મંદિરના પૂજારી દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માત્ર વાયદાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ કોઈ નક્કર કામગીરી નહિ કરવામાં આવતા આ વર્ષે ફરી ગઈકાલે વરસેલા ભારે વરસાદના પગલે મંદિરનો કેટલોક ભાગ ધરાશાય થઈ ગયો છે.

કલેકટર, મામલતદાર તેમજ અનેક રાજકીય આગેવાનો કાર્યક્રમ દરમ્યાન અનેક વખત અહીં દર્શન કરવા આવતા હોય છે, પરંતુ મંદિરની દુર્દશા પર કેમ કોઈનું ધ્યાન નથી જઈ રહ્યું એ મોટો સવાલ છે. ત્યારે મંદિરના પૂજારી ભીખાભાઈ ગોસ્વામી દ્વારા મંદિરના જર્જરિત ભાગને ઝડપથી રીપેરીંગ કરાવવા માંગ કરી છે. સાથે તંત્ર દ્વારા સેવાઈ રહેલી ચુપકીદી ના પગલે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news