Bharuch: વારસો વહેંચાઈ જશે? અહમદ પટેલના પુત્ર ભાજપના સંપર્કમાં, પુત્રી કોંગ્રેસ તરફથી લડી શકે છે ચૂંટણી

કોંગ્રેસની રાજનીતિમાં ગુજરાતના ભરુચથી આવતા નેતા અહમદ પટેલ એક સમયે હુકનો એક્કો ગણાતા હતા. અહમદ પટેલ વગર કોંગ્રેસમાં પત્તું પણ હલતું નહતું. નવેમ્બર 2023માં તેમનું કોરોનાના કારણે નિધન થયું હતું. અહેમદ પટેલના પુત્ર ફૈઝલે તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સાથે પોતાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી પાટિલ સાથે સંપર્કમાં છે. 

Bharuch: વારસો વહેંચાઈ જશે? અહમદ પટેલના પુત્ર ભાજપના સંપર્કમાં, પુત્રી કોંગ્રેસ તરફથી લડી શકે છે ચૂંટણી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના એક સમયે સૌથી નજીક રહેલા ગુજરાત કોંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ વચ્ચે રાજકીય અંતર વધી રહ્યું હોય તેવું જણાય છે. ફૈઝલે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટિલ સાથેનો ફોટો ઈન્ટરનેટ પર શેર કર્યો જ્યારે મુમતાઝ પટેલે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથનો ફોટો શેર કરાવી દીધો. ભવિષ્યમાં અહમદ પટેલના રાજકીય વારસ અંગે ખેંચતાણ થઈ શકે છે. 

કોંગ્રેસની રાજનીતિમાં ગુજરાતના ભરુચથી આવતા નેતા અહમદ પટેલ એક સમયે હુકનો એક્કો ગણાતા હતા. અહમદ પટેલ વગર કોંગ્રેસમાં પત્તું પણ હલતું નહતું. નવેમ્બર 2023માં તેમનું કોરોનાના કારણે નિધન થયું હતું. અહેમદ પટેલના પુત્ર ફૈઝલે તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સાથે પોતાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી પાટિલ સાથે સંપર્કમાં છે. 

— Faisal Ahmed Patel (@mfaisalpatel) June 7, 2023

આ અગાઉ પણ ફૈઝલ પોતાની ટ્વીટના કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે. પોતાની મહિલા મિત્ર અમિષા પટેલ સાથે બગડતા સંબંધોની વાત હોય કે પછી કોંગ્રેસની બેરુખીની વાત. રસપ્રદ વાત એ જોવા મળી કે તેના પછી તરત મુમતાઝ પટેલની રાહુલ ગાંધી સાથેનો એક ફોટો કોંગ્રેસ કાર્યકર સઈદ પાશાએ ઈન્ટરનેટ મીડિયામાં પોસ્ટ કર્યો. 

મુમતાઝ પટેલે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પણ પિતાના વારસાને સંભાળવાના સંકેત આપ્યા હતા. તેઓ ભરૂચ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, સામાજિક અગ્રણીઓ અને વિવિધ વર્ગોના લોકો સાથે મુલાકાત કરીને પિતાએ બનાવેલી વિવિધ સંસ્થાઓ દ્વારા સમાજસેવાના કાર્યમાં લાગ્યા હતા. ભાઈ બહેનની આ ટ્વીટ બાજીના પગલે હવે રાજકીય વર્તુળોમાં એવા સ્પષ્ટ સંકેત જઈ રહ્યા છે કે ફૈઝલ જ્યાં ભાજપની નીકટ જતા જોવા મળી રહ્યા છે ત્યાં મુમતાઝ કોંગ્રેસમાં રહીને પોતાની રાજકીય ઈનિંગ શરૂ કરવાના પ્રયત્નોમાં છે. 

વર્ષ 1977માં અહમદ પટેલની ઉંમર 26 વર્ષ હતી અને તેઓ ભરૂચથી ચૂંટણી જીતીને સંસદમાં સૌથી નાની ઉંમરના સભ્ય બન્યા હતા. ઓગસ્ટ 2022માં મુમતાઝ પટેલે ટ્વીટર પર લખ્યું હતું કે તેઓ રાજકારણમાં રસ ધરાવે છે અને ભરૂચથી 2024માં ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે. એટલું તો સ્પષ્ટ છે કે દિવંગત નેતા અહમદ પટેલના વારસમાં બે ફાડિયા જોવા મળી રહ્યા છે. પુત્ર જ્યાં ભાજપના પડખે જોવા મળી રહ્યા છે ત્યાં પુત્રી કોંગ્રેસથી ચૂંટણી લડવામાં રસ ધરાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news