CNG વાહનચાલકો માટે ચેતવણીરૂપ વીડિયો, રીફિલિંગ સમયે થયો જબરદસ્ત મોટો બ્લાસ્ટ
CNG વાહનનો વપરાશ કરતા લોકો માટે ચેતવણી સમાન સમાચાર આવ્યા છે. ભરૂચમાં નર્મદા ચોકડી નજીક કારમાં CNG ભરાવતા સમયે ધડાકા સાથે બ્લાસ્ટ (CNG blast) થયો અને કારના ફુરચે ફુરચા ઉડી ગયા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ભરૂચની નર્મદા ચોકડી નજીક આ ઘટના બની. જો કે CNG ભરાવતા સમયે ગાડીના ચાલક નીચે ઉતરી ગયો હોવાથી કોઈ જાનહાનિ નથી થઈ. ત્યારે હાલ ભરૂચનો આ વીડિયો (viral video) ટોકિંગ પોઈન્ટ બન્યો છે.
Trending Photos
ભરત ચૂડાસમા/ભરૂચ :CNG વાહનનો વપરાશ કરતા લોકો માટે ચેતવણી સમાન સમાચાર આવ્યા છે. ભરૂચમાં નર્મદા ચોકડી નજીક કારમાં CNG ભરાવતા સમયે ધડાકા સાથે બ્લાસ્ટ (CNG blast) થયો અને કારના ફુરચે ફુરચા ઉડી ગયા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ભરૂચની નર્મદા ચોકડી નજીક આ ઘટના બની. જો કે CNG ભરાવતા સમયે ગાડીના ચાલક નીચે ઉતરી ગયો હોવાથી કોઈ જાનહાનિ નથી થઈ. ત્યારે હાલ ભરૂચનો આ વીડિયો (viral video) ટોકિંગ પોઈન્ટ બન્યો છે.
ભરૂચની નર્દા ચોકડી પાસે એક CNG પંપ પર ગેસ રિફીલિંગ દરમ્યાન કારમાં બ્લાસ્ટની ઘટના બની હતી. સીએનજી પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં બ્લાસ્ટની ઘટના કેદ થઈ છે. જો સમયસર લોકો ત્યાંથી ભાગ્યા ન હોત તો મોટી જીવહાનિ થઈ શકી હોત. ફિલર સહિત 2 કારના 4 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.
આ પણ વાંચો : વિદેશમાં ભણવા મોકલેલા વિદ્યાર્થીના મોતના સમાચાર મળતા ભાંગી પડ્યા માતાપિતા, વડોદરાના યુવકનું કેનેડામાં મોત
CNG કાર હોય તો શું ધ્યાન રાખશો?
- સારી કંપનીની CNG કીટ નંખાવવાનો આગ્રહ રાખો
- ઓછા ખર્ચની લાલચે ગમે ત્યાંથી CNG કિટ ન નંખાવો
- CNG માટે બવાનેલા સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરવો જોઈએ
- સમયસર વાલ્વને બદલવાનું ધ્યાન રાખવું
- વારંવારના ઉપયોગથી ગેસ લીકેજની શક્યતા રહે છે
- યોગ્ય સમયે કરાવો સીએનજી કીટની સર્વિસ
- CNG કિટને ક્યારેય ખાલી ન રાખો
- ખાલી CNG ટેન્કમાં પ્રેશર વધે અને તેનાથી વાલ્વ ફાટી શકે છે
- કારમાં ફિલ્ટર, એન્જિન ઓઈલ અને કૂલન્ટનું ધ્યાન રાખો
ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડિઝલ (petrol diesel) ના ભાવમાં આજે પણ વધારો થયો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આજે 35 પૈસા અને 37 પૈસા વધ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થવાની અસર દેશમાં ઈંધણના ભાવ પર જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પેટ્રોલના ભાવ (petrol price) 105 રૂપિયાને પાર પહોંચ્યા છે. જ્યારે ડિઝલના ભાવ (diesel price) 104 રૂપિયાને પાર પહોંચ્યા છે. મોંઘવારીના મારથી જનતા પરેશાન થઈ રહી છે ત્યારે પેટ્રોલ અને ડિઝલના સતત વધતા ભાવ જનતાની પરેશાનીમાં વધારો કરી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થતા લોકો સીએનજી તરફ વળ્યા છે. પરંતુ સીએનજી લગાવ્યા બાદ બિન્દાસ્ત થઈ જવાની જરૂર નથી. તેમાં પણ સાવચેતી ન રાખો તો આ રીતે બ્લાસ્ટ થવાની શક્યતાઓ રહેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે