...છોકરી હા પાડે તો પણ તમે શારીરિક સંબંધો ના બાંધી શકો, સંમતિ પણ રેપ ગણાશે

હાઇકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ આ કેસમાં સીમારૂમ ચૂકાદો આપ્યો છે. પોસ્કોના અમલ બાદ તમે સગીરા સાથે તેની સંમતિથી પણ શારીરિક સંબંધો બાંધો છો તો પણ એ રેપની જ વ્યાખ્યામાં આવે છે.

...છોકરી હા પાડે તો પણ તમે શારીરિક સંબંધો ના બાંધી શકો, સંમતિ પણ રેપ ગણાશે

ઝી બ્યુરો/અમદાવાદ: તમને નવાઈ લાગશે કે સગીર છોકરીની સંમતિ હોય તો પણ તમે શારીરિક સંબંધો ના બાંધી શકો. પોસ્કોના કાયદામાં સગીરાની સંમતિ માન્ય ગણાતી નથી. સગીરા સાથે રેપ તમને જેલમાં જવા મજબૂર કરી દેશે. એક કેસમાં આરોપીની કાયમી જામીનને રદ કરતાં સિમાચિહ્ન રૂપ ચુકાદામાં હાઇકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ ઠરાવ્યું છે કે, 'પોસ્કોના કાયદા હેઠળની ફરિયાદમાં આરોપીને જામીન માટે સગીરાની સંમતિને ધ્યાને જ લેવાની ન હોય. પીડિતા ૧૪ વર્ષની હોય અને તેની સંમતિ હોય તો પણ આરોપીને જામીન આપી શકાય નહીં.' હાઇકોર્ટે આરોપીને જામીન આપતાં નીચલી કોર્ટના આદેશ સામે ભયંકર નારાજગી દર્શાવી હતી. નીચલી કોર્ટે અત્યંત મહત્ત્વપૂર્ણ મુદ્દાને નજરઅંદાજ કરી FIRનું ખોટું અર્થઘટન પણ કર્યાનું જણાય છે. 

કેસની વિગતો એવી છે કે, ભરૂચ-અંકલેશ્વરની સેશન્સ કોર્ટે ૩૧ વર્ષના આરોપીને કાયમી જામીન આપતા આદેશને જસ્ટિસ દોશીએ ફગાવી દીધો છે. કોર્ટે ઠરાવ્યું છે કે, પોક્સોના કાયદાની પારા-2(d) મુજબ સગીરાની સંમતિ અર્થહીન હોય છે. હાઈકોર્ટે આ કેસમાં એ પણ નોંધ કરી છે કે, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના અનેક ચુકાદાઓ દ્વારા પ્રસ્થાપિત સિદ્ધાંતનો પણ નીચલી કોર્ટનો આદેશ ભંગ કરે છે. તેથી જામીન રદ કરવા માટેની રાજ્ય સરકારની અપીલ ગ્રાહ્ય રાખવામાં આવે છે અને નીચલી કોર્ટના આદેશને ભૂલભરેલો ગણી રદબાતલ કરવામાં આવે છે.' આ કેસમાં નીચલી કોર્ટે આ કેસના આરોપીને જામીન આપી દીધા હતા. 

ફરિયાદ મુજબની વિગતો એવી છે કે સગીરા રાત્રે જમ્યા બાદ ઘરની બહાર હતી, ત્યારે તેના મોબાઇલ પર આરોપી મુકેશ ભરવાડે એક મેસેજ કર્યો હતો અને ધાબા ઉપર બોલાવી હતી. આરોપીએ ધમકી આપી હતી કે જો સગીરા નહીં આવે તો તે પોતાના હાથની નસ કાપી કાઢશે. સગીરા ગભરાઈને ધાબા ઉપર ગઇ હતી ત્યારે આરોપીએ સગીરાને દબોચી લીધી હતી અને તેને સુવડાવીને કપડાં ઉતાર્યા હતા. 

આરોપીએ તેનું મોં દબાવી બળજબરીથી રેપ ગુજાર્યો હતો. સગીરાને શોધતા શોધતા તેના પિતા ધાબે પહોંચ્યા ત્યારે અન્ય આરોપીઓએ તેમને માર્યા હતા અને ભાગી ગયા હતા. આ કેસમાં નીચલી કોર્ટે આરોપીને જામીન આપતાં આ કેસ હાઈકોર્ટમાં પહોંચી હતો. હાઇકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ આ કેસમાં સીમારૂમ ચૂકાદો આપ્યો છે. પોસ્કોના અમલ બાદ તમે સગીરા સાથે તેની સંમતિથી પણ શારીરિક સંબંધો બાંધો છો તો પણ એ રેપની જ વ્યાખ્યામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news