સારા વરસાદને કારણે ભાદર-2 ઓવરફ્લો, ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા


સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. તો રાજકોટ જિલ્લામાં પણ સારો વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે ધોરાજીમાં આવેલ ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો છે. 

સારા વરસાદને કારણે ભાદર-2 ઓવરફ્લો, ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા

રાજકોટઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. તો રાજકોટ જિલ્લામાં પણ સારો વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે ધોરાજીમાં આવેલ ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો છે. ધોરાજીના ભુખી ચોકડી પાસે આવેલા ભાદર-2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાં 24965 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા ભાદર નડી બે કાંઠે વહી રહી છે. તો ડેમના દરવાજા ખોલવામાં આવતા ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા, રાણાવાવ, પોરબંદર તાલુકાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. ડેમની સાઇટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

ભાદર-1મા પણ નવા નીરની આવક
સૌરાષ્ટ્રમાં સારા વરસાદને કારણે અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ છે. તો ઘણા ડેમ છલી ગયા છે. ભાદર-1મા નવા નીરની આવક થઈ છે. છેલ્લા 24 કલાકમાં ભાદર-1 ડેમમાં સવા બે ફૂટ નવા પાણીની આવક થઈ છે. ડેમની કુલ સપાટી 28.5 ફૂટે પહોંચી છે. ડેમમાં દર કલાકે 10 હજાર 417 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સાઇટ પર બે ઇંચ વરસાદ નોંધાયો છે. 

Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1092 કેસ, 18 મૃત્યુ, કુલ સંક્રમિતો 75 હજારને પાર  

રાજ્યના 95 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ
રાજ્યમાં આજે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં દિવસ દરમિયાન આઠ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તો વઢવાણમાં પાંચ ઈંચથી વધુ વરસાદ થયો છે. ધ્રાંગધ્રામાં પણ ચાર ઈંચ જેટલો વરસાદ થયો છે. રાજકોટના કોટડાસાંગાણીમાં દિવસમાં બે ઈંચ કરતા વધુ વરસાદ થયો છે. રાત્રે 8 કલાક સુધીમાં રાજ્યના 95 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news