ભૂતમામા મંદિરના ડાયરામાં ગુજ્યું વિદેશી 'બેલા ચાઓ' પછી હિલોળે ચઢ્યું આખું ગુજરાત! Video જોઈ થઈ જશો પાગલ!
ગુજરાતમાં દુહા-છંદના બદલે ડાયરામાં ગુજ્યું વિદેશી 'બેલા ચાઓ' લોકો ફરી ફરીને જોઈ રહ્યાં છે વીડિયો! ગુજરાતમાં દુહા-છંદના બદલે ડાયરામાં ગુજ્યું 'બેલા ચાઓ'..નાચી નાચીને પાગલ થઈ ગયા લોકો! વીડિયો જોઈ એક ચાહકે કોમેન્ટમાં લખ્યુંકે, વિદેશીઓ પણ આ વીડિયો જોઈને ટોક્યોનું નામ પોરબંદર, નાયરોબીનું નામ નર્મદા, મોસ્કોનું નામ મહેસાણા, રિયોનું નામ સુરેન્દ્રનગર અને બર્લિનનું નામ બાબરા કરી નાંખશે ભાઈ...
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં દુહા-છંદના બદલે ડાયરામાં ગુજ્યું 'બેલા ચાઓ'..નાચી નાચીને પાગલ થઈ ગયા લોકો! શ્રોતાઓની ફરમાઈશ પર કલાકારે બેલા ચાઓ ગીત રજૂ કર્યું અને શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા.એક કાર્યક્રમમાં તેની ફરમાઈશ મળી અને ગીત રજૂ કરતા તે વાયરલ થઈ ગયું છે. દેસી બેલા ચાઓ લોકોની પસંદ બની ગયું છે.
મની હાઈસ્ટની પાંચમી સિઝનનનો પહેલો ભાગ રિલીઝ થતાની સાથે જ લોકપ્રિય થયો છે. અને તેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. જાણે તેનો જાદૂ માથે ચડીને બોલતો હોય તેવું લાગી રહ્યું છે. જેનો પુરાવો નવસારીમાં આયોજિત એક ડાયરામાં મળ્યો. જ્યાં શ્રોતાઓની ફરમાઈશ પર કલાકારે બેલા ચાઓ ગીત રજૂ કર્યું અને શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા.
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે અને લોકોને તેને ખૂબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. આ વીડિયો ગણેશોત્સવ સમયનો છે. કલાકાર નિકુંજ પાટીલે નવસારીના એક કાર્યક્રમમાં આ ગીત એક છોકરાની ફરમાઇશ પર રજૂ કર્યું હતું. અન્ય એક કાર્યક્રમમાં તેની ફરમાઈશ મળી અને ગીત રજૂ કરતા તે વાયરલ થઈ ગયું છે. દેસી બેલા ચાઓ લોકોની પસંદ બની ગયું છે.
ડાયરામાં રમઝટ બોલાવતા આ કલાકારનું નામ નિકુંજ પાટીલ છે અને જે અંદાજમાં તે ગીત ગાઈ રહ્યો છે તેને જોઈને સૌ કોઈ ઝૂમી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 23 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. આ ડાયરાને લોકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે. તમે પણ એકવાર જોશો તો તમને ફરી વાર આજ વીડિયો જોવાનું મન જરૂર થશે. લોકો ફરી ફરીને જોઈ રહ્યાં છે આ વીડિયો....
વીડિયો જોઈ એક ચાહકે કોમેન્ટમાં લખ્યુંકે, વિદેશીઓ પણ આ વીડિયો જોઈને ટોક્યોનું નામ પોરબંદર, નાયરોબીનું નામ નર્મદા, મોસ્કોનું નામ મહેસાણા, રિયોનું નામ સુરેન્દ્રનગર અને બર્લિનનું નામ બાબરા કરી નાંખશે ભાઈ...
શું છે બેલા ચાઓ?
મની હાઈસ્ટ નામની વેબ સીરિઝમાં આ ગીત આવે છે. જે એક વિરોધ લોકગીત છે. 19મી સદીના અંતમાં તે પાછું ચલણમાં આવ્યું હગતું. જ્યારે ખેતરમાં કામ કરતી મહિલા શ્રમિક તેને પોતાની કઠણાઈઓનું વર્ણન કરવા માટે ગાતી હતી,
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે