ઓનલાઇન ગેમ રમતા લોકો થઇ જાવ સાવધાન, થઇ શકે છે છેતરપિંડી
ઓનલાઇન ગેમ રમવાની લતે અમદાવાદનાં યુવકોને ગુના કરવા મજબૂર કરતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે, તીન પત્તી ઓક્ટ્રો અને પબજી ગેમ રમવા માટે રોયલ પાસ મેળવવા અમદાવાદ અને મુંબઇમાં લોકોનાં ડેબીટ કાર્ડમાંથી પૈસા મેળવી હોવાની ધટના પ્રકાશમાં આવી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ઓનલાઇન ગેમ રમવાની લતે અમદાવાદનાં યુવકોને ગુના કરવા મજબૂર કરતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે, તીન પત્તી ઓક્ટ્રો અને પબજી ગેમ રમવા માટે રોયલ પાસ મેળવવા અમદાવાદ અને મુંબઇમાં લોકોનાં ડેબીટ કાર્ડમાંથી પૈસા મેળવી હોવાની ધટના પ્રકાશમાં આવી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ડેબીટકાર્ડમાંથી ઓટીપી વિના પૈસા ટ્રાન્સફર કરીને છેતરપીંડી કરતા શખ્સોની ધરપકડ કરી હતી, સરખેજ મકરબા ખાતે રહેતા તુષાર મટ્ટુનાં એકાઉન્ટમાંથી અજાણ્યા શખ્સે ઓટીપી મેળવ્યા વિના ડેબીટકાર્ડનો ઉપયોગ કરીને રૂપિયા 16,766 અનઅધિકૃત રીતે મેળવીને તીનપત્તી ઓક્ટ્રોની ચીપ્સ ખરીદવા માટે વાપરી નાખ્યા હોવાની હકિકત સામે આવી હતી.
‘કર્મભૂમિથી જન્મભૂમિ’ સાયકલ અભિયાનથી થશે 150મી ગાંધી જયંતિની ઉજવણી
આ મામલે સાયબરક્રાઇમે વસ્ત્રાલનાં નિકુંજ ખાંટ અને અમરાઇવાડીનાં હિતેષ પટેલની ધરપકડ કરી હતી. આરોપીની પુછપરછમાં જાણવા મળ્યુ કે, નિકુંજને ઓનલાઇન તીનપત્તી ઓક્ટ્રો અને પબજી રમવાની આદત હોવાથી તેણે રોયલ પાસ ખરીદવા હિતેષ અને નટુ ઠાકોરનો સંપર્ક કરીને મોબાઇલ મારફતે ફરિયાદીનાં ડેબીટકાર્ડનો ઉપયોગ કરીને છેતરપીંડી કરી હતી. ત્યારે આ પ્રકારનો ડેટા આરોપીએ ક્યાંથી મેળવ્યો તે પણ મોટો સવાલ ઉભો થયો છે.
હવે ગુજરાતમાં બનશે દુબઈ જેવી ઊંચી આઇકોનીક બિલ્ડીંગો: મુખ્યમંત્રી વિજય રૂપાણી
આરોપી નિકુંજ તેમજ નટુ ઠાકોર મુંબઇનાં મુંલુંડ પોલીસ મથકે આ જ પ્રકારના ગુનામાં પકડાયા અને બે મહિના જેલમાં રહ્યા હતા. ત્યારે સાયબર ક્રાઇમે આ મામલે આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી હતી.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે