શ્વાન પાળવાનો શોખ હોય તો સાવધાન રહેજો, કુતરાની લાળને લીધે એક શખ્સને પેટમાં થઈ અજીબ પ્રકારની ગાંઠ

Unique Disease : કુતરાને ખોરાક ખવડાવતા, દૂધ પીવડાવતા અને લાડ લડાવતા પહેલા સાવધાન... મહેસાણાનો શખ્સ થયો ગંભીર બીમારીનો શિકાર, લાખોના કેસમાં એકાદ વ્યક્તિના આરોગ્ય સાથે બનતી ઘટના... 3 કલાકની સર્જરી બાદ દૂર થઈ ગાંઠ

શ્વાન પાળવાનો શોખ હોય તો સાવધાન રહેજો, કુતરાની લાળને લીધે એક શખ્સને પેટમાં થઈ અજીબ પ્રકારની ગાંઠ

Mehsana News તેજસ દવે/મહેસાણા : કુતરા પાળવાના શોખીન લોકો જરા થઈ જજો સાવધાન. આ રિપોર્ટ જોયા બાદ કદાચ આપ પણ કુતરા પાળતા અચકાશો. અથવા કૂતરા પાળેલા હશે તો તેનાથી સો ફૂટ દૂર રહેશો. મહેસાણાના વીસનગરના કમાણા ગામના એક વ્યક્તિને કૂતરા પાળવાને કારણે ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. શખ્સને હાઇડેટીડ ડિસીઝ ઓફ લીવર - એટલે કે લીવરમાં ગાંઠ થઈ હતી અને આખરે ઓપરેશન કરાવવાની નોબત આવી હતી. લાખોમાં એકાદ વ્યક્તિને કુતરાની લાળને લીધે થતી હાઇડેટીડ સિસ્ટ (Hydatid Cyst) ની ગંભીર બીમારી થાય છે. આ સર્જરી વીસનગર નૂતન જનરલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. 

વિસનગરના કમાણા ગામના 45 વર્ષીય ચાવડા અશોકભાઇ હરગોવનભાઇને પેટમા સખત દુ:ખાવો, ઉલટી, ઉબકા જેવી શારીરિક સમસ્યા ઉપડી હતી. આ સમસ્યાને કારણે સર્જરી વિભાગમાં તેઓ નિદાન માટે પહોંચ્યા હતા. જેથી તેમનો ટેસ્ટ કરાવવામા આવ્યો હતો. તેમના લીવરમાં 87x52x72 mmની મોટી ગાંઠનું નિદાન થયું હતું. 3 કલાક ઓપરેશન કરી ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. હાઇડેટીડ ડિસીઝ ઓફ લીવર - લીવરમાં ગાંઠની નિ:શુલ્ક સારવારથી લાભાર્થી અશોકભાઇ ચાવડા દર્દમુક્ત થયા હતા. વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાં દર્દીની સફળતાપૂર્વક સારવાર કરાઈ હતી.  

સર્જરી વિભાગના વડા ડૉ.કે.જી. પટેલે આ ગંભીર બીમારી વિશે જણાવ્યું કે, અમે દર્દીનો સિટી સ્કેન રિપોર્ટ કરાવ્યો હતો. લાખોમાં એકાદ વ્યક્તિને આવી બીમારી થાય છે. જેમાં કૂતરાની લાળને લીધે હાઇડેટીડ સિસ્ટ(Hydatid Cyst) ની ગંભીર બીમારી (લીવરમા 87x52x72 mmની મોટી ગાંઠ) થાય છે. 3 કલાક ઓપરેશન કરી ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ગાંઠ નીકળતા આખરે અશોકભાઈ દર્દમુક્ત થયા હતા. 

તબીબે કહ્યું કે, અમે તપાસ કરતા જાણવા મળ્યું કે, દર્દી અશોકભાઇ કુતરાને રોજ ખોરાક ખવડાવતા, દૂધ પીવડાવતા અને લાડ લડાવી માવજત કરતાં હતા. તે દરમિયાન ધીરે ધીરે તેમના પેટમાં કૂતરાના લારવા પહોચવાના શરૂ થયા અને લીવરમા ગાંઠ થઈ હતી. આ ગંભીર બીમારી સાથે તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. ૩ કલાક સુધી જટિલ અને જોખમી ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડી ગાંઠ દૂર કરી દર્દીનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news