Heath Streak: જિંદગી અને મોતનો જંગ લડી રહ્યો છે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર, IPLમાં આપી ચુક્યો છે કોચિંગ

Heath Streak cancer: ઝિમ્બાબ્વેના સર્વકાલીન મહાન ઓલરાઉન્ડરોમાંના એક હીથ સ્ટ્રીકને કોલોન અને લીવર કેન્સર હોવાનું નિદાન થયું છે. તે ગંભીર રીતે બીમાર છે. હવે માત્ર પ્રાર્થના જ તેને મૃત્યુથી બચાવી શકે છે.

Heath Streak: જિંદગી અને મોતનો જંગ લડી રહ્યો છે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર, IPLમાં આપી ચુક્યો છે કોચિંગ

નવી દિલ્હીઃ ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીક જીવન અને મરણનો જંગ લડી રહ્યાં છે. 49 વર્ષીય સ્ટ્રીકને લીવરમાં લેવલ-4નું કેન્સર થયું છે. તેની સ્થિતિ ખુબ ખરાબ હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદ વર્લ્ડ ક્રિકેટમાં તેના સારા સ્વાસ્થ્યની કામના કરવામાં આવી રહી છે. 1993માં પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરનાર હીથ સ્ટ્રીક પોતાના સમયના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાં સામેલ હતા. બાદમાં તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ અને ગુજરાત લાયન્સ જેવી ટીમના કોલિંગ સ્ટાફમાં પણ રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તર પર બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેને કોચિંગ આપ્યું હતું. 

કોઈ ચમત્કાર જ બચાવી શકશે
ઝિમ્બાબ્વેના ખેલમંત્રીએ ટ્વીટ કર્યું- હીથ સ્ટ્રીક પોતાના અંતિમ પડાવ પર છે. પરિવાર યૂકેથી દક્ષિણ આફ્રિકા જઈ રહ્યો છે. લાગે છે કે કોઈ ચમત્કાર જ બચાવી શકશે. દુવાઓ જારી છે. આ પછી પરિવાર વતી એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું હતું, 'હીથને કેન્સર છે અને તેની સારવાર દક્ષિણ આફ્રિકાના સૌથી પ્રતિષ્ઠિત ઓન્કોલોજિસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. અમે આશા રાખીએ છીએ કે આ એક ખાનગી પારિવારિક મામલો રહેશે, અને તમારી પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ બદલ આભાર. આ સમયે તેમના સ્વાસ્થ્ય અંગે વધુ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવશે નહીં. કૃપા કરીને અફવાઓ પર ધ્યાન આપો.

છેલ્લી મેચ 2005માં રમાઈ હતી
ઝિમ્બાબ્વે ક્રિકેટના સુવર્ણ યુગ દરમિયાન સ્ટ્રીક માત્ર ટીમનો મહત્વનો હિસ્સો ન હતો પરંતુ તેની કેપ્ટનશિપમાં ઘણી યાદગાર મેચો પણ જીતી હતી. જમણા હાથની ઝડપી બોલિંગની સાથે, તે નીચલા ક્રમમાં ઝડપી રન બનાવવામાં પણ માહિર હતો. હીથ સ્ટ્રીકે 1993 થી 2005 વચ્ચે કુલ 65 ટેસ્ટ અને 189 ODI રમી હતી. જમણા હાથના બેટ્સમેને રેડ બોલ ક્રિકેટમાં 1990 રન બનાવ્યા અને 216 વિકેટ ઝડપી. વનડેમાં સ્ટ્રીકે 2943 રન બનાવ્યા અને 239 બેટ્સમેનોને આઉટ કર્યા. તેણે 21 ટેસ્ટ અને 68 વનડેમાં કેપ્ટનશિપ કરી હતી. 2021 માં, ભ્રષ્ટાચારના આરોપમાં ICC દ્વારા તેના પર આઠ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news