સૌરાષ્ટ્ર યુનિ.ની Bcomની પરીક્ષામાં છબરડો, 70ની જગ્યાએ 60 માર્કના પ્રશ્નો પૂછાયાં

આજથી સૌરાષ્ટ્ર યુનવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. 

સૌરાષ્ટ્ર યુનિ.ની Bcomની પરીક્ષામાં છબરડો, 70ની જગ્યાએ 60 માર્કના પ્રશ્નો પૂછાયાં

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે પરીક્ષાના પ્રથમ દિવસે જ છબરડો સામે આવ્યો છે. બીકોમ સેમેસ્ટર -5ના પેપરમાં આ છબરડો જોવા મળ્યો હતો. પેપરમાં પહેલો પ્રશ્ન 10 માર્કનો પૂછાયો હતો. જેને કારણે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મૂકાઈ ગયા હતા. પેપરના પ્રિન્ટિંગમાં 20ને બદલે 10 માર્ક છપાઈ ગયા હતા. જે ધ્યાને આવતા કુલપતિએ તમામ પરીક્ષા કેન્દ્રો પર જાણ કરી દીધી હતી અને સુપરવાઈઝરોએ  મૌખિક સુચના આપીને સુધારો કર્યો હતો. આ ભૂલ અંગે મીડિયાકર્મીઓએ સવાલ કરતા કુલપતિએ પગલા લેવા જણાવ્યું છે. તો બીજી તરફ પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા ચોરીના બનાવો ન બને તે માટે ઓબ્ઝર્વની નિમણૂક કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news