દેહનો વેપાર કરવા બાંગ્લાદેશની રૂપલલનાઓ છેક જેતપુર સુધી પહોંચી
Trending Photos
નરેશ ભાલીયા/જેતપુર :સરકાર ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ દેહવિક્રયનો ધંધો ક્યારેય બંધ નથી થતો. દરેક શહેરમાંથી અનેકવાર રૂપજીવિનીઓ પકડાતી રહે છે, પરંતુ હવે બાંગ્લાદેશની રૂપજીવિનીઓ ઘૂસણખોરી કરીને છેક ગુજરાતના અંતરિયાળ એવા જેતપુરમાં પહોંચી ગઈ છે. એટલું જ નહિ, અહીંનું આધાર કાર્ડ પણ બનાવી લે છે, અને અહીં રહેવાનું શુરૂ કરી દે છે.
CCTV : માત્ર હજાર રૂપિયાની લેતીદેતીમાં સાડીની દુકાનમાં થઈ મારામારી
ગઈકાલે જેતપુર પોલીસ દ્વારા શહેરના બલદેવ ધાર વિસ્તારમાંથી એક કૂટણખાનું પકડી પાડવામાં આવ્યું હતું. ઈકબાલ ઉર્ફે ભૂરો હબીબ ઠેબા નામના વ્યક્તિને પકડી લેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા 2 રૂપજીવિની અને 3 ગ્રાહકોને પકડી પાડવામાં આવ્યા હતા. રૂપજીવિનીનો દલાલ તરીકે ઈકબાલને પકડવા જતા નાસી છૂટ્યો હતો, પોલીસે જ્યારે રૂપજીવિનીને પોલીસે સ્ટેશને લાવીને પ્રાથમિક પૂછપરછ કરતા બંને લલનાઓ બાંગ્લાદેશના ઢાંકાની હોવાનો ખુલાસો થયો હતો. જ્યારે પોલીસને આ બાબતે હજુ તાપસ ચાલુ હોવાની વાત કરી હતી.
Exclusive : ગુજરાતના બાળકોનું ભવિષ્ય પસ્તીમાં રઝળતુ મળ્યું, બોર્ડની સામગ્રીઓ ભંગારના ગોડાઉનમાંથી મળી
જેતપુરના એએસપી સાગર બાગમારે જણાવ્યું કે, બાંગલાદેશી લલનાઓ અમદાવાદ સુધી પહોંચી ગઈ છે. તેઓ અહીં આવીને આધારકાર્ડ પણ બનાવી લે છે, અને અહીં રહેવા લાગે છે. બાંગલાદેશના ઢાકામાંથી આ લલનાઓ ગુજરાતના આંતરિયાળ શહેર જેતપુર સુધી પહોંચી ગઈ છે. ગુજરાતથી બાંગલાદેશની સરહદ 2500 થી 3000 કિલોમીટર દૂર થાય છે, ત્યારે પ્રશ્ન એ થાય કે બાંગ્લાદેશના ઢાંકાથી અમદાવાદ અને ત્યાર બાદ જેતપુર સુધીનો આ લાંબો રસ્તો સરાર કરીને તેઓ કેવી રીતે પહોંચી. રસ્તામાં ના કોઈ ઓળખ, ન તપાસ, ન તો કોઈ સિક્યોરિટી ચેકિંગ.
એકવાર જો આધાર કાર્ડ આવી જાય તો આ લલનાઓને ભારતમાં રહેવુ સરળ બની જાય છે. ત્યારે સવાલ એ છે કે, આ આધાર કાર્ડ ક્યાંથી આવ્યું, કોણે અપાવ્યું. આ ઘૂસણખોરી પોલીસ તપાસનો વિષય બની છે. ગુજરાતના અંતરિયાળ શહેર જેતપુર સુધી પહોંચેંલી બાંગલાદેશી રૂપજીવની એ વાતની સાબિતી આપે છે કે, દેશની અંદર ઘૂસણખોરી બેરોકટોક ચાલી રહી અને દેશની સુરક્ષા સાથે ચેડાં થઈ રહ્યાં છે. ત્યારે સરકારે હજુ પણ વધારે કડક કાયદાઓ બનાવીને દેશને સુરક્ષિત કરવો જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે