બનાસકાંઠાઃ ધાનેરાના નેનાવા પાસે નેશનલ હાઈવે પર ભુવો પડતા કાર ફસાઈ ગઈ

રાજ્યમાં વરસાદ શરૂ થવાની સાથે તંત્રની કામગીરીની પોલ ખુલી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે પર ભુવો પડતા એક કાર ફસાઈ હતી. 

બનાસકાંઠાઃ ધાનેરાના નેનાવા પાસે નેશનલ હાઈવે પર ભુવો પડતા કાર ફસાઈ ગઈ

બનાસકાંઠાઃ રાજ્યમાં ચોમાસાની સીઝનની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ સારો વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. પાણી ભરાવાને કારણે તંત્રની પોલ પણ ખુલી રહી છે. પ્રી-મોનસૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ વરસાદ આવે એટલે પ્રજા પરેશાન થતી રહે છે. ધાનેરાના નેનાવા ત્રણ રસ્તા પાસે નેશનલ હાઈવે પર ભુવો પડ્યો છે. 

બનાસકાંઠાના ધાનેરાના નેનાવા ત્રણ રસ્તા પાસે નેશનલ હાઈવે પર ભુવો પડ્યો છે. નેશનલ હાઈવે પર ભુવો પડતા કાર ભુવામાં ફસાઈ ગઈ હતી. મહામહેનતે કારને ભુવામાંથી બહાર કાઢવામાં આવી હતી. સ્થાનીકોની મદદથી આ કારને બહાર કાઢવામાં આવી હતી. 

ચોમાસાની શરૂઆત થતા જ રાજ્યમાં ઘણી જગ્યાએ તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની પોલી ખૂલી ગઈ છે. ચોમાસું હજુ તો જામી રહ્યું છે, ત્યાં ઠેર ઠેર રસ્તા પર ભૂવા પડી રહ્યા છે. નસવારીમાં રેલવે સ્ટેશન પાસે નગીન જીવણની ચાલ પાસે રસ્તા પર મોટો ભુવો પડ્યો. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં અહીં ભૂવા પડે છે. તો આ તરફ સુરતમાં પણ વરસાદ વચ્ચે અડાજણના એલ.પી. સવાણી રોડ પર ભૂવો પડ્યો. આ ભૂવો એટલો મોટો છે કે તેનાથી સમગ્ર રસ્તો અવરોધાઈ ગયો. બનાસકાંઠાના નેનાવા ત્રણ રસ્તા પાસે નેશનલ હાઈવે પર ભુવો પડતાં કાર ભુવામાં ફસાઈ ગઈ. સ્થાનિકોએ ભુવામાંથી કારને તો બહાર કાઢી લીધી, પણ લોકોમાં તંત્ર સામે રોષ છે. ભૂવો પડયા બાદ તેના સમારકામ પાછળ તંત્ર લાખો રૂપિયાનો ખર્ચ કરતું હોય છે. અગાઉની નબળી કામગીરીથી જનતાના ટેક્સના પૈસા અને તંત્રના ભંડોળમાં પણ ખાધનો મોટો ભૂવો પડી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news