બનાસ ડેરીએ નવા પ્રોજેક્ટની કરી મોટી જાહેરાતો
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી (banas dairy) ની આજે સાધારણ સભા યોજાઈ હતી. પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ ખાતે યોજાયેલી 53 મી સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી છે.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા :એશિયાની સૌથી મોટી બનાસ ડેરી (banas dairy) ની આજે સાધારણ સભા યોજાઈ હતી. પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ ખાતે યોજાયેલી 53 મી સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી છે.
કોરોના કાળ હોવાથી ડેરીની સાધારણ સભાનું ફેસબુક ઉપર લાઈવ પ્રસારણ થયુ હતું. બનાસ ડેરીના લાખો ગ્રાહકો અને પશુપાલકો માટે દૂધના ભાવ વધારા અને નફા સહિત અનેક મોટી જાહેરાત આ સભામાં કરાઈ હતી. શંકર ચૌધરી (shankar chaudhary) એ સભામાં કહ્યું કે, કોરોના કાળમાં બનાસ ડેરી સંચાલિત બનાસ મેડિકલ કોલેજે મહત્વનું કામ કર્યું છે. આપણે જિલ્લામાં ઓક્સિજનની કમી ન સર્જાય તે માટે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કર્યો હતો. બનાસ ડેરીએ કોરોનાકાળામાં એકપણ દિવસ પશુપાલકોનું દૂધ લેવાનું બંધ નથી કર્યું. દૈનિક 85 લાખ જેટલું દૂધ આવ્યું તો પણ આપણે એકપણ દિવસ ડેરી બંધ નથી રાખી. દુનિયા સૌથી વધુ પશુપાલકોને બનાસ ડેરી ભાવ ચૂકવે છે. દર મહિને આપણે 833 કરોડ રૂપિયા જમા કરાવીએ છીએ અને એ બનાસકાંઠા જિલ્લો છે. રોજના 27 કરોડ 76 લાખ રૂપિયા બનાસકાંઠાના પશુપાલકોને ચૂકવીએ છીએ. ગત વર્ષ કરતાં 14.5 ટકા દૂધનો વધારો થયો છે. બનાસ ડેરીની આવકના 82.28 ટકા આપણે પશુપાલકોને ચૂકવીએ છીએ. બનાસ ડેરીએ દુનિયામાં ક્યાંય ન હોય તેવા 214 વેટનરી ડોક્ટર, 40 જેટલા પેરા વેટનરી ડોક્ટરો અને 194 પશુઓ માટે મોબાઈલ વાન ડોક્ટરી ફોજ ઉભી કરી છે. તેમણે કહ્યું કે, દુનિયામાં પહેલો જિલ્લો બનાસકાંઠા છે, જે પશુઓ માટે આટલું કામ કરે છે. બનાસ ડેરી દ્વારા બીજદાન માટે આવતીકાલે નવી ટેકનોલોજીથી ગર્ભ પ્રત્યાપણનું સફળ પ્રયોગ કરાશે.
શંકર ચૌધરીએ જાહેરાત કરી કે, બનાસકાંઠાના સણાદર ખાતે 4 ડિસેમ્બર સુધીમાં એક નવી ડેરી શરૂ કરાશે. જેનો પશુપાલકોને મોટો ફાયદો થશે. બનાસ ડેરીનું દૂધ હરિયાણા, રાજસ્થાન, ઉતરપ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને ગુજરાતમાં વેચાય છે. બનાસ ડેરીની મિલકત 2941 કરોડ જેટલી થઈ છે. 2001 માં 373 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર હતું, જે આજે 2020-21 માં 12983 કરોડનું થયું છે.
બનાસ ડેરીએ ગયા વર્ષે 812 રૂપિયા કિલો ફેટે આપ્યા હતા, જે આ વખતે 818 રૂપિયા કિલો ફેટે ભાવ આપવાનું નક્કી કર્યું છે. બનાસડેરીએ 812 રૂપિયા કિલો ફેટનો ભાવ વધારીને 818 રૂપિયા કિલો વધારો કર્યો છે. બનાસ ડેરી 1132 કરોડ રૂપિયા 14.18 % ભાવ વધારો આપીને પશુપાલકોના એકાઉન્ટમાં પૈસા જમા થશે. આ સાથે જ બનાસ ડેરીએ પશુપાલકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે. બનાસ ડેરીએ પશુપાલકોને કિલો ફેટે 818 રૂપિયા ભાવ વધારો નક્કી કર્યો છે. ગત વર્ષે કિલો ફેટે 812 રૂપિયા ફેટનો દૂધ ભાવ હતો. તેમજ ડેરી 5.50 લાખ પશુપાલકોનો અકસ્માત વીમાનુ પ્રીમિયમ બનાસડેરી ચૂકવશે.
આ સાથે જ તેમણે અન્ય મહત્વની જાહેરાત પણ કરી કે, બનાસડેરી વીજળી ઉત્પન્ન કરવાનું કામ કરશે. બનાસ ડેરી તેમજ તેની તમામ દૂધ મંડળીઓને દર વર્ષે 200 કરોડની વીજળીની જરૂર પડે છે. બનાસ ડેરી સોલાર માટેની નવી સંસ્થા ઉભી કરવાનું આયોજન કરી રહી છે. બનાસ ડેરી ખેતીના પાકો માટે એક પ્રોડ્યુસર કંપની બનાવવાનું આયોજન કરી રહ્યું છે. બનાસ ડેરી પશુપાલકોને સસ્તા ભાવે દરેક વસ્તુ મળી રહે તે માટે રૂરલ મોલ બનાવશે અને જથ્થાબંધ વસ્તુઓ ખરીદીને આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે