ક્યાં ગાયબ થઈ ગયા કચ્છના શિયાળ? જાણો કાળા ડુંગર પર પ્રસાદી ખાવા હવે કેમ નથી આવતા શિયાળ
કચ્છનું રણ અને રણમાં રહેતા શિયાળને ખાસ માનવામાં આવે છે. કચ્છમાં એક સમયે શિયાળના ઝુંડ જોવા મળતા હતા પરંતુ હવે ત્યાં માડ એકલ દોકલ શિયાળ જોવા મળી રહ્યા છે. માંસ ખાવા વાળા જીવ જો શાકાહારી વસ્તુ ખાવા લાગે તો કોઈને પણ નવાઈ લાગી શકે છે.
Trending Photos
નરેશ ધારાણી, અમદાવાદઃ કચ્છનું રણ અને રણમાં રહેતા શિયાળને ખાસ માનવામાં આવે છે.કચ્છમાં એક સમયે શિયાળના ઝુંડ જોવા મળતા હતા પરંતુ હવે ત્યાં માડ એકલ દોકલ શિયાળ જોવા મળી રહ્યા છે. માંસ ખાવા વાળા જીવ જો શાકાહારી વસ્તુ ખાવા લાગે તો કોઈને પણ નવાઈ લાગી શકે છે. પરંતુ કચ્છના રણમાં એક એવી પરંપરા છે કે લુચા શિયાળ પર દર વર્ષે અચૂક પણે ખીચડી ખાવા માટે આવે છે. આ સ્થળ કચ્છના રણથી લગભગ 25 કિલોમીટર દૂર છે.જે પ્રવાસીઓનું પણ પ્રિય સ્થળ છે. કચ્છના જાણીતા કાળા ડુંગર પર ભગવાન દત્તાત્રેયનું મંદિર છે. અહિંયા સેંકડો વર્ષથી સાંજે મંદિરમાં ખીચડીનો પ્રસાદ ખાવા શિયાળ આવે છે. પરંત છેલ્લા કેટલાક વર્ષોથી આ પરંપરા તૂટી રહી છે. હવે એટલા મોટા પ્રમાણમાં શિયાળ નથી આવતા જેટલા પહેલા આવતા હતા.જેના માટે મુખ્યત્વ મનુષ્ય જ જવાબદાર છે.
લોંગ પ્રસાદ ઓટલાનો રસ્તો કેમ ભૂલ્યા શિયાળ:
શિયાળોને ખીચડી ખવડાવવાની છેલ્લા 200-300 વર્ષોથી ચાલતી આવે છે.જેમાં દરરોજ સાંજે મંદિરની પાસે આવેલ ચબુતરો કે જેનું નામ લોંગ પ્રસાદ ઓટલો છે જ્યાં ખીચડી ખાવા શિયાળના ટોળા આવતા હતા.પરંતુ હવે તે ઘટી રહ્યા છે.કાળા ડુંગરનો છેલ્લા કેટલા વર્ષોથી વિકાસ કરવામાં આવ્યો છે.જેથી અહીં સાઈટસીન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય.જેનાથી શિયાળ ડરી જાય છે.માણસોની વધતી આવન-જાવનના લીધે શિયાળ ખીચડી ખાવા માટે નથી આવતા
શું લુપ્ત થઈ રહ્યા છે કચ્છના શિયાળો?
રિસર્ચ મુજબ કચ્છના કાળા ડુંગરમાં મોટી સંખ્યામાં શિયાળની હાજરી છે.પરંતુ સ્થાનિકોના મત કચ્છમાં શિયાળની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.ભૂકંપ બાદ કચ્છના શિયાળોની સંખ્યા ઘટી છે.સાથે કોઈ રોગચાળાના લીધે આવુ થયાની પણ સ્થાનિકોમાં આશંકા છે
શિયાળને કોનો લાગે છે ડર:
ફોરેસ્ટ ખાતાના દાવા મુજબ કાળા ડુંગરના વિસ્તારમાં આજે પણ શિયાળની હજારી છે.પરંતુ સતત વધી રહેલ જીગલી ભૂંડની સંખ્યાથી શિયાળ મંદિર તરફ આવતા નથી.સાથે વધતી પ્રવાસીઓની સંખ્યાની પણ અસર થઈ રહી છે.શિયાળ ઓછા નથી થયા પરંતુ ભૂંડ અને માણસોના ડરથી મંદરિ તરફ આવવાનું ભૂલી ગયા છે.
કેમ શિયાળને ખવડાવાય છે ખીચડી:
એક માન્યતા મુજબ ગુરુ દત્તાત્રેય ફરતા ફરતા કાળા ડુંગર પર પહોંચ્યા તો ત્યાં તેમણે એક શિયાળને ભોજન માટે તરફડતું જોયું.ત્યારે દત્તાત્રેયે શિયાળને પોતાના અંગ ખાવાનું કહ્યું પરંતુ શિયાળે તે ન ખાધું.જેથી પ્રસન્ન થઈ દત્તાત્રેય ભગવાને વરદાન આપ્યું કે કચ્છમાં ક્યારે શિયાળ ભૂખ્યા નહીં રહે.ત્યારે બાદ કાળા ડુંગર પર મંદિર બન્યું અને ગોળમાં બનેલી ખીચડી ખવડાવવાની પરંપરા શરૂ થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે