ગુજરાત માટે કોરોના વેક્સિન અંગે માઠા સમાચાર: રસી તો આવશે પણ કોઇને નહી મળે !
ગુજરાતમાં કાલે કોરોના વેક્સિન આવી રહી છે જેની તડામાર તૈયારીઓ ચાલી પણ રહી છે ત્યારે અચાનક ખરાબ સમાચાર આવ્યા છે, જેના કારણે છતી વેક્સિને પણ નાગરિકો વેક્સિન વિહોણા રહેવાનો વારો આવશે.
Trending Photos
અમદાવાદ : સમગ્ર દેશની સાથે ગુજરાતમાં આગામી 16 જાન્યુઆરી 2021 થી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થઇ રહ્યું છે. ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ પ્રકારે સજ્જ છે. 12 જાન્યુઆરીએ વેક્સિન અમદાવાદ એરપોર્ટ પર આવે તેવી શક્યતા છે. જો કે વેક્સિનેશનની આ તૈયારી વચ્ચે મોટુ વિઘ્ન આવી પડ્યું છે. જે દિવસે વેક્સિંન ગુજરાત આવશે તે દિવસે જ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે. માત્ર એટલું જ નહી કોવિડ-19 અંતર્ગત આંદોલનના સમયગાળા દરમિયાન અસહકાર દાખવી તેઓ રસી લેશે પણ નહી અને આપશે પણ નહી.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની યાદી અનુસાર પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓના સંગઠને જણાવ્યું કે, સરકારને 20 ડિસેમ્બર, 2018, 15 ડિસેમ્બર 2020 ના આવેદનપત્ર તથા 1 જાન્યુઆરી 2021ની આંદોલનની લેખિત નોટિસ, 27 ફેબ્રુઆરી 1019 અને 25 ડિસેમ્બર 2019 તેમ બે હડતાળ અને તેના સમાધાન પત્રો હોવા છતાઅગ્ર આરોગ્ય સચિવ દ્વારા આજે (11 જાન્યુઆરી 2021) બેઠકમાં કોઇ સાનુકુળ પ્રતિભાવ નહી મળવાનાં કારણે હવે આંદોલન જરૂરી બન્યું છે. જેથી સંગઠન દ્વારા નાછુટકે મહાસંઘને સરકાર સામે આંદોલન અંગેનો જડબેસલાક કાર્યક્રમ કરવાની ફરજ પડી છે.
જેથી આર યા પારના સંકલ્પ સાથે ઉગ્ર લડત જાહેર કરવામાં આવે છે. જેનું રાજ્યના તમામ આરોગ્ય કર્મચારીઓએ પાલન કરવાનું રહેશે. આરોગ્ય કર્મચારીઓ 12 જાન્યુઆરી 2021 થી અચોક્કસ મુદ્દત માટે ગાંધીનગર ખાતે આવેલી સત્યાગ્રહ છાવણી, સેક્ટર6 ખાતે સવારે 11થી 4 વાગ્યા સુધી મર્યાદિત સંખ્યામાં હાજરી આપીને અસરકાર દાખવશે. જ્યાં સુધીતેમની માંગણીઓનો સંતોષજનક રીતે ઉકેલ નહી આવે ત્યાં સુધી આંદોલન યથાવત્ત રીતે ચાલુ રહેશે. સરકારનાં કોઇ પણ કાર્યક્રમમાં અસહકાર આપવામાં આવશે. જેથી હાલ પુરતુ કહી શકાય કે આ હડતાળ ન સમેટાય ત્યાં સુધી છતી રસીએ નાગરિકો રસી વગરનાં રહી શકે છે. જો હડતાળ સમેટાય તો રસીકરણ અભિયાન શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે