VIDEO: પાણીપુરી તો ખાવી જ પડે, બાબા બાગેશ્વરે ગાડી રોકાવી રસ્તા વચ્ચે પાણીપુરીની જયાફત માણી
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં હજારોની સંખ્યામાં જનમની ઉમટી પડી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી જીપમાં બેસીને દિવ્ય દરબાર સ્થળે પહોંચ્યા છે. લોકોએ મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને બાબા બાગેશ્વરનું સ્વાગત કર્યું.
Trending Photos
ઝી બ્યુરો/વડોદરા: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાઇ રહ્યો છે. દિવ્ય દરબારનો લ્હાવો લેવા માટે શ્રદ્ધાળુઓ 12 વાગ્યાથી નવલખી મેદાનમાં ઉમટી પડ્યા છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં હજારોની સંખ્યામાં જનમની ઉમટી પડી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી જીપમાં બેસીને દિવ્ય દરબાર સ્થળે પહોંચ્યા છે. લોકોએ મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને બાબા બાગેશ્વરનું સ્વાગત કર્યું.
વડોદરામાં બાબા બાગેશ્વરે પાણીપુરીની લિજ્જત માણી હતી. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિવ્ય દરબારમાં જતા પહેલાં પાણીપુરીની લિજ્જત માણી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાહેર રોડ પર ગાડી ઉભી રાખીને પાણીપુરીની મજા માણી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સન ફાર્મા રોડ પર ગાડી ઉભી રાખીને પાણીપુરીની મજા માણી હતી. જુઓ વીડિયો...
પાણીપુરી તો ખાવી જ પડે: બાબા બાગેશ્વર માણી પાણીપુરીની જયાફત#BageshwarBaba #Gujarat #Panipuri #ZEE24Kalak pic.twitter.com/mQyCKZDzfm
— Zee 24 Kalak (@Zee24Kalak) June 3, 2023
સંવિધાનમાં હિન્દુ રાષ્ટ્ર માટે સંશોધન થવું જોઇએ
હિન્દુઓના હૃદયમાં હિન્દુ રાષ્ટ્રની માગ ઉઠવી જોઇએ. પાગલનો અર્થ મેન્ટલ નથી, પોતાની લગનમાં પરમાત્માને મેળવે તે પાગલ છે. સનાતનનો અર્થ એટલે પ્રાચીન, પુરાતન, ના આદી ના અંત, ધારણા, માનવતા. સનાતન કોઇ વિશેષ વ્યક્તિ માટે દરજા માટે વ્યવસ્થા નથી. સનાતન એટેલ વિશ્વ કલ્યાણ. ભારતનો સનાતન એક એવો ધર્મ છે જ્યાં ભારતના મંદિરોના ઘંટમાં જયકારો લાગે છે કે વિશ્વનું કલ્યાણ થાય.
વિશ્વમાં શાંતિ બને. વસુધૈવ કુટુમ્બકમ આ એક સનાતન છે. હિન્દુ રાષ્ટ્રની કલ્પના ના રાજસત્તાથી ના ધર્મસત્તાથી પૂરી થાય એતો જનસત્તાથી થશે. હું લગ્ન કરવાનો છું પણ ક્યારે કરી એ હજી નક્કી નથી. ગુરૂ અને માતા પિતાની આજ્ઞાનું પાલન કરીશે. સંવિધાનમાં હિન્દુ રાષ્ટ્ર માટે સંશોધન થવું જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે