Ashes 2023: એશિઝની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, જાણો કોને મળી તક

Ashes 2023: એશિઝ સિરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં એક એવા ખેલાડીને તક મળી છે, જેણે માત્ર એક મેચ રમી છે. 

Ashes 2023: એશિઝની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, જાણો કોને મળી તક

નવી દિલ્હીઃ WTC ફાઈનલ બાદ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની એશિઝ સિરીઝ રમાવાની છે. આ સિરીઝની પહેલી બે મેચ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડ આ વર્ષે એશિઝ જીતી WTC ના નવા સેશનની સારી શરૂઆત કરવા ઈચ્છશે. એક તરફ ઈંગ્લેન્ડની ટીમ આયર્લેન્ડ વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચ રમી રહી છે, તો બોર્ડે બીજીતરફ નવી સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. 

આ ખેલાડીઓને મળી તક
ઈંગ્લેન્ડે પ્રથમ બે એશિઝ ટેસ્ટ માટે આયર્લેન્ડ વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચ રમનારી ટીમને યથાવત રાખી છે. જોશ ટંગ, જેણે આયર્લેન્ડ વિરુદ્ધ પર્દાપણ મેચમાં પાંચ વિકેટ ઝડપી તેને જેમ્સ એન્ડરસન અને ઓલી રોબિન્સનની સાથે ટીમમાં યથાવત રાખવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડની પાસે એન્ડરસનની આગેવાનીમાં ફાસ્ટ બોલરોનું એક મજબૂત યુનિટ છે. ઈંગ્લેન્ડ પાસે માર્ક વુડ, મેથ્યૂ પોટ્સ અને ક્રિસ વોક્સ તથા ટંગના રૂપમાં ફાસ્ટ બોલર છે. 

સ્ટોક્સની બોલિંગ પર હજુ શંકા
બેન સ્ટોક્સની બોલિંગ ફિટનેસ સ્પષ્ટ નથી પરંતુ મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે પહેલા કહ્યુ હતુ કે સ્ટોક્સ સારી પ્રગતિ કરી રહ્યો છે અને ગરમી દરમિયાન બોલિંગમાં વાપસી કરી શકે છે. આયર્લેન્ડ ટેસ્ટની સાથે નવ મહિના બાદ વાપસી કરનાર બેયરસ્ટો કીપિંગની જવાબદારી સંભાળશે. જેક ક્રાઉલીએ પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારી ફોર્મમાં વાપસીનો સંકેત આપી દીધો છે. તો ક્રાઉલીની સાથે બેન ડકેત ઓપનિંગ કરશે. 

પ્રથમ બે એશિઝ માટે ઈંગ્લેન્ડની ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), ઓલી પોપ, જોની બેયરસ્ટો, જો રૂટ, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, હેરી બ્રૂક, બેન ડકેત, જેક ક્રાઉલી, મેથ્યૂ પોટ્સ, ઓલી રોબિન્સન, ડેન લોરેન્સ, ક્રિસ વોક્સ, માર્ક વુડ, જોશ ટંગ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news