કેરીના ચાહકો માટે ‘કહી ખુશી કહી ગમ’ જેવા સમાચાર, કેવી આવી તો ગઈ, પણ...

કેરીની મહારાણી કેસરનું ધીમા પગલે આખરે બજારમાં આગમન થઈ રહ્યું છે. દેશ અને દુનિયામાં કેરી રસિકોની પહેલી પસંદ બનેલી કેસર કેરીની આખરે શાનદાર એન્ટ્રી બજારમાં થઇ ચૂકી છે. તાલાલા મેંગો માર્કેટમાં એક વર્ષ પછી કેરીની હરાજી શરૂ થતા મેંગો યાર્ડ ફરી ધમધમતું થયું છે. પ્રથમ દિવસે 11 હજાર જેટલા કેરીનાં બોક્સની હરાજી કરવામાં આવી છે. એટલે કે, 1 લાખ કિલોથી વધુ કેરીની હરાજી થઇ છે. કાચી કેસર કેરીનાં 10  કિલોએ 300 થી 600 રૂપિયા ભાવ આંકવામાં આવ્યો છે. 
કેરીના ચાહકો માટે ‘કહી ખુશી કહી ગમ’ જેવા સમાચાર, કેવી આવી તો ગઈ, પણ...

રજની કોટેચા/ઉના :કેરીની મહારાણી કેસરનું ધીમા પગલે આખરે બજારમાં આગમન થઈ રહ્યું છે. દેશ અને દુનિયામાં કેરી રસિકોની પહેલી પસંદ બનેલી કેસર કેરીની આખરે શાનદાર એન્ટ્રી બજારમાં થઇ ચૂકી છે. તાલાલા મેંગો માર્કેટમાં એક વર્ષ પછી કેરીની હરાજી શરૂ થતા મેંગો યાર્ડ ફરી ધમધમતું થયું છે. પ્રથમ દિવસે 11 હજાર જેટલા કેરીનાં બોક્સની હરાજી કરવામાં આવી છે. એટલે કે, 1 લાખ કિલોથી વધુ કેરીની હરાજી થઇ છે. કાચી કેસર કેરીનાં 10  કિલોએ 300 થી 600 રૂપિયા ભાવ આંકવામાં આવ્યો છે. 

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ : એન.કે.અમીન અને ડીજી વણઝારાની અરજી પર આજે ચુકાદો
 
વેપારીઓ ના કહેવા મુજબ, આ વર્ષે કેસરનું ઉત્પાદન ખુબ ઓછું છે. ગત વર્ષની સરખામણીએ 30 ટકા કેસરનું ઉત્પાદન ઓછું છે. જેના કારણે આ વર્ષે કેસરનો સ્વાદ ચાખવા વધારે કિંમત ચૂકવવી પડશે તેવું ઊનાના કેરીના વેપારી ભીખાભાઈએ જણાવ્યું. કેસર કેરીના ભાવોને લઈ ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે. ગત વર્ષની તુલનાએ કેસરનો ભાવ આ વર્ષ દોઢો છે. એટલે કે 100 થી 200 રૂપિયા 10 કિલોએ વધારે આંકવામાં આવી રહ્યાં છે. જેની પાછળનું કારણ કેરીના જથ્થામાં આ વર્ષ ભારે ઘટાડો આવ્યો છે. ગીર પંથકની કેરીની વાત કરીએ તો, ગુજરાતમાં ઉના પંથકની કેરીની વધુ ડિમાન્ડ રહે છે. કેમ કે અન્ય જગ્યા કરતા મીઠાશ વધુ હોય છે અને ફળ પણ મોટું હોય છે.

ખેડૂતોના કહેવા મુજબ વાતાવરણ પલટાયું હોવાના કારણે કેરીના પાકને ભારે અસર થઈ છે. ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગની અસર ગીરની કેસર પર પડી રહી છે. જેના કારણે કેરીના પાકને માઠી અસર પડી છે. ખેડૂતોના મતે કેસરના 10 કિલોના બોક્સના ઓછામાં ઓછા 500 રૂપિયાથી 800 રૂપિયા ભાવ મળવો જોઈએ. આમ, ગત વર્ષની તુલનાએ આ વર્ષ ભાવ સારો હોવાના કારણે ખેડૂતો ખુશ ખુશાલ પણ બન્યા છે, તો ઘણા ખેડૂતો નારાજ પણ જોવા મળી રહ્યાં છે. ખેડૂતો સરકાર પાસે એવી અમી આશા રાખીને બેઠા છે કે, કેસરના પાકને સરકાર વીમા કવચ આપે, તેમજ મગફળીની જેમ ટેકાના ભાવ જાહેર કરે. 

ગુજરાતની કેસરે કરી યુરોપમાં એન્ટ્રી 
ખુશીની વાત એ છે કે, યુરોપનાં દેશોમાં આ વખતે કેસર કેરીએ એન્ટ્રી કરી છે. અને ગત વર્ષમાં વિદેશમાં કેસરના નિકાસનો રેકોર્ડ તોડ્યો છે. ગત વર્ષ કરતા આ આ વર્ષે બમણો નિકાસ કેસર કેરીનો વિદેશમાં કરાશે. તાલાલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલે જણાવ્યું કે, દૂબઇ, આરબ અમીરાત, અમેરિકા તેમજ યુરોપિયન સહિતના દેશોમાં કેસરની માંગ વધી છે. ભૂતકાળમાં કેસર કેરીના વિદેશ નિકાસ પર પ્રતિબંધ હતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આ પ્રતિબંધ હટાવી લેવાયો છે અને કેસર કેરીને બીજા દેશોમાં નિકાસની છૂટ મળી છે. ગત વર્ષ 300 મેટ્રિક ટન કેસર કેરી વિદેશોમાં નિકાસ કરાઇ હતી. પરંતુ આ વર્ષ 800 મેટ્રિક ટન કેસર કેરી દુનિયાના વિવિધ દેશોમાં નિકાસ કરાશે. એટલું જ નહિ, આવનારા વર્ષોમાં મોટા પ્રમાણમાં કેસર કેરી વિદેશોમાં નિકાસ કરી શકાય તેના પ્રયાસો સરકાર દ્વારા કરાઈ રહ્યાં છે. જેનો સીધો ફાયદો ગીરના ખેડૂતોને મળશે.

અમરેલીમાં ખેડૂતોને આનંદો, કેરીની આવક વધી
અમરેલી જિલ્લામાં 6996 હેકટરમાં કેરીનું વાવેતર થયું છે. જિલ્લામાં આંબા પર કેસર કેરીનો ફાલ તૈયારીના આરે પહોંચી ગયો છે. 10 દિવસ પછી બજારમાં કેસર કેરી આવી શકે છે. આ વર્ષે જિલ્લામાં હવામાન અનુકૂળ રહેતા કેરીનો ફાલ સારો આવ્યો છે. અમરેલી જિલ્લામાં 60108 મેટ્રિક ટન કેસર કેરીનું ઉત્પાદન થશે. ત્યારે કેરીનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. હાલમાં 10 કિલો કેરીના બોક્સનો ભાવ રૂપિયા 1000 છે, ત્યારે આવનારા દિવસોમાં રૂપિયા 1200થી 1500 જેટલો ભાવ મળશે તેવું ખેડૂતો માની રહ્યા છે.

અમરેલીમાં ગત વર્ષ કરતા આ વર્ષે આંબા પર પુષ્કળ પ્રમાણમાં નાની ખાખડીઓ આવી હતી. આથી કેસર કેરીનો મબલખ પાક થવાની ખેડૂતોને આશા બંધાઈ હતી. વચ્ચે થોડી ઠંડી પડતા અમુક આંબામાં મોર બળી ગયા હતા. અમરેલી જિલ્લામાં હાલમાં 6996 હેકટર વિસ્તારમાં આંબાવાડીઓ છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ ધારી તાલુકામાં 3097 હેકટરમાં આંબાવાડીઓ છે. ત્યાર પછી સાવરકુંડલા તાલુકામાં 2215 હેકટરમા આંબાવાડી છે. આથી આ વર્ષે કેસર કેરી પુષ્કળ પ્રમાણમાં બજારોમાં આવશે અને આ કારણે ખેડૂતો પણ ખૂબ ખુશ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news