સંતરામપુર સ્કૂલમાં પરીક્ષા આપી ઘરે જતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ, પથ્થર મારી હત્યાનો પ્રયાસ

જિલ્લાના સંતરામપુરમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર યુવાને દુષ્કર્મ ગુજાર્યા બાદ માર મારવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. વિદ્યાર્થિનીના પરિવારે આ મામલે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મ આચરનારા આરોપીને જબ્બે કર્યા છે. 
સંતરામપુર સ્કૂલમાં પરીક્ષા આપી ઘરે જતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ, પથ્થર મારી હત્યાનો પ્રયાસ

મહીસાગર : જિલ્લાના સંતરામપુરમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર યુવાને દુષ્કર્મ ગુજાર્યા બાદ માર મારવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. વિદ્યાર્થિનીના પરિવારે આ મામલે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મ આચરનારા આરોપીને જબ્બે કર્યા છે. 

મહીસાગર જિલ્લામાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. હાલમાં જ ખાનપુર તાલુકામાં 65 વર્ષની વૃદ્ધા પર દુષ્કર્મની ઘટના બાદ સંતરામપુર વિસ્તારમાં એક 17 વર્ષીય વિદ્યાર્થિની પર ગામના જ એક યુવાન દ્વારા બહેલાવી ફોસલાવીને દુષ્કર્મ ગુજારવાનાની ઘટના સામે આવી છે. 

સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા એક ગામમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્કૂલમાં પેપર આપી પરત ઘરે જઇ રહી હતી. સાંજના છ વાગ્યાના સુમારે ગામના નરાધમ દિપક ઉર્ફે દાજી ભલાભાઇ પગી બાઈક લઈને ત્યાં આવી ચડ્યો હતો. તેણે તરૂણીને ઘરી મુકી જવાનું કહીને બાઈક ઉપર બેસાડી પટાવી ખટવા ગામના જંગલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું.

યુવાને વિદ્યાર્થિનીને ધમકી આપી હતી કે, જો કોઈને કહીશ તો મારી નાખીશ. આ ઉપરાંત આરોપી દિપકે ઉશ્કેરાઈ જઈને વિદ્યાર્થિનીને મારી નાખવાના ઇરાદે ગળુ દબાવી નીચે પાડી દઈ તેના ઉપર બેસી ગયો હતો. વિદ્યાર્થિનીને પથ્થર મારીને માથા સહિત અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. વિદ્યાર્થિનીને લોહીલુહાણ કરીને જંગલમાં છોડી આરોપી ફરાર થઇ ગયો હતો.

વિદ્યાર્થિનીએ જંગલની બહાર આવી રોડ પર જતા લોકોને સમગ્ર ઘટના જણાવતા તેના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી. જેથી તેના માતા-પિતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગે સંતરામપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને લુણાવાડાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપી હતી. હાલ તો પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news