કરોડો ગુજરાતીઓ માટે આ છે ગર્વની ક્ષણ! સુરતમાં નવરાત્રિ જેવો માહોલ, મહિલાઓ ચણિયાચોરી પહેરી ગરબે ઝૂમી

ગુજરાતની સંસ્કૃતિ અને માં અંબાની આરાધનાથી જોડાયેલા ગરબા આયોજન રાજ્યની સંસ્કૃતિને અભિવ્યક્ત કરે છે. ગુજરાતના ગરબાને યુનેસ્કોએ વૈશ્વિક ઓળખ આપતા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાઈ છે. 

કરોડો ગુજરાતીઓ માટે આ છે ગર્વની ક્ષણ! સુરતમાં નવરાત્રિ જેવો માહોલ, મહિલાઓ ચણિયાચોરી પહેરી ગરબે ઝૂમી

ઝી બ્યુરો/સુરત: ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવતા સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ ગરબે ઝૂમી ખુશી વ્યક્ત કરી છે. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો સાથે મહિલા કાર્યકરોએ ચણિયાચોરી પહેરી ગરબે ઝુમતી જોવા મળી છે. 

ગુજરાતના દર વર્ષ નવરાત્રિના સમયે 9 દિવસના ગરબાનું આયોજન થાય છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો એક સાથે માં અંબેની આરાધનાના પર્વને સેલિબ્રેટ કરે છે. ગુજરાતની સંસ્કૃતિ અને માં અંબાની આરાધનાથી જોડાયેલા ગરબા આયોજન રાજ્યની સંસ્કૃતિને અભિવ્યક્ત કરે છે. ગુજરાતના ગરબાને યુનેસ્કોએ વૈશ્વિક ઓળખ આપતા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાઈ છે. 

કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનેસ્કોના આ નિર્ણયની માહિતી આપી હતી. યુનેસ્કો દ્વારા આ અંગે યુનેસ્કોની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ માહિતી અપાઈ છે. સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત ભાજપ કાર્યાલય ખાતે આજે મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ચણિયાચોરી પહેરી ગરબે ઝૂમી આ ખુશીનો ઉત્સવ બનાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news