માથું ચકરાવી નાંખે તેવી ટેક્નિક છતાં ઝડપાયા! દારૂની હેરાફેરી માટે હવે એસીડ અને ગેસ ટેન્કરનો ઉપયોગ

પોલીસ તપાસમાં એક નવી હકકિત સામે આવી કે રાજસ્થાનથી સીધો હવે ગુજરાતમાં દારુ આવતો નથી. રાજસ્થાનથી દારુ ભરેલી ટ્રક હવે મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશ કરે છે, જેથી જો પોલીસની ટીમ પીછો કરતી હોય તો પણ મહારાષ્ટ્ર સુધી આવીને અટકી જાય છે.

માથું ચકરાવી નાંખે તેવી ટેક્નિક છતાં ઝડપાયા! દારૂની હેરાફેરી માટે હવે એસીડ અને ગેસ ટેન્કરનો ઉપયોગ

ઉદય રંજન/અમદાવાદ: દારૂની હેરાફેરી માટે હવે એસીડ અને ગેસ ટેન્કરનો ઉપયોગ થવા લાગ્યો છે. અને તેમાં પણ દારૂની હેરાફેરી માટે રૂટ પણ બુટલેગરોએ બદલ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે. તેવુ જ વધુ એક દારુ ભરેલુ ટેન્કર સ્ટેટ મોનીટરીંગ ટીમ ધ્વારા ઝડપી લેવામાં આવ્યુ છે. સાથે જ દારૂની હેરાફેરીમાં ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદના હાથીજણ રીંગ રોડ પરથી પસાર થતું ગેસ ટેન્કરને પકડી પોલીસે તપાસ કરતા તેમાંથી 41 લાખ 78 હજારના દરની 11 હજાર 268 બોટલ કબ્જે કરી છે. 

ગેસના ટેન્કરમાં ખાનુ બનાવી દારૂ સપ્લાય થતો
મહત્વનું છે કે એચપી ગેસના ટેન્કરમાં ખાનુ બનાવી તેમાં આ દારૂ સપ્લાય કરવામાં આવતો હતો. જે અંગે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને માહીતી મળતા વડોદરા એકસપ્રેસ હાઈ-વે પરથી અમદાવાદ રિંગ રોડ પરથી પસાર થતું આ ટેન્કર ઝડપી લેવામાં આવ્યુ છે. જે ટેન્કરના ડ્રાઈવર ભુપત મેઘવાલની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

દારૂ ઘૂસાડવાની નવી હકકિત સામે આવતા ખળભળાટ
પોલીસ તપાસમાં એક નવી હકકિત સામે આવી કે રાજસ્થાનથી સીધો હવે ગુજરાતમાં દારુ આવતો નથી. રાજસ્થાનથી દારુ ભરેલી ટ્રક હવે મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશ કરે છે, જેથી જો પોલીસની ટીમ પીછો કરતી હોય તો પણ મહારાષ્ટ્ર સુધી આવીને અટકી જાય છે. કારણ કે ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં દારૂબંધી નથી અને તે વાતનો લાભ લઈ ઝડપાયેલ ટેન્કર રાજસ્થાનથી મહારાષ્ટ્ર અને ત્યાંથી ગુજરાતમાં પ્રવેશ કરી રાજકોટ જવાનું હતું. જોકે તે પહેલા પોલીસે તે ઝડપી દારૂ મોકલનાર મુકેશ અને રાજકોટમાં દારૂ મંગાવનારની તપાસ શરૂ કરી છે.

બુટલેગરોની નવી મોડેસઓપરેન્ડીથી ચોંકી
છેલ્લા બે દિવસમાં બે વખત પોલીસે ટેન્કરમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાવળા અને હાથીઝણમાંથી લાખ્ખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. ત્યારે પોલીસ હવે બુટલેગરોની નવી મોડેસઓપરેન્ડીથી ચોંકી ગઈ છે. અને દારૂનો જથ્થો અટકાવવા પોલીસ પણ નવા નવી પેંતરા અજમાવતી જોવા મળી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news