NEETમાં દેશભરમાં પ્રથમ રેન્ક મેળવીને આ વડોદરાવાસીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું

 અશરફ કેશરાણી નામના વિદ્યાર્થીએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા લેવાતી NEETમાં ઓલ ઇન્ડિયા પ્રથમ રેન્ક મેળવી રાજ્ય સહિત વડોદરાનું ગૌરવ વધાર્યું. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા ગત ૬ જાન્યુઆરીના રોજ પોસ્ટ ગ્રેજ્યુએટ NEETટની પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ ગઈકાલે મોડી સાંજે જાહેર થયું છે. 
NEETમાં દેશભરમાં પ્રથમ રેન્ક મેળવીને આ વડોદરાવાસીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું

તૃષાર પટેલ/વડોદરા : અશરફ કેશરાણી નામના વિદ્યાર્થીએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા લેવાતી NEETમાં ઓલ ઇન્ડિયા પ્રથમ રેન્ક મેળવી રાજ્ય સહિત વડોદરાનું ગૌરવ વધાર્યું. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા ગત ૬ જાન્યુઆરીના રોજ પોસ્ટ ગ્રેજ્યુએટ NEETટની પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ ગઈકાલે મોડી સાંજે જાહેર થયું છે. 

આ પરિણામમાં વડોદરાના અશરફ કેસરાણીએ દેશમાં પ્રથમ ક્રમાંક મેળવીને વડોદરાનું ગૌરવ વધાર્યું છે. મહત્વનું એ છે કે, દેશમાંથી કુલ 1,43,000 જેટલા વિદ્યાર્થીઓએ પીજી NEETની પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનાર કુલ વિદ્યાર્થીઓમાંથી 79,000 વિદ્યાર્થીઓ ટોપ સ્કોર મેળવવામાં સફળ થયા છે. તો પાસ થનાર વિદ્યાર્થીઓમાં ટોપ-100માં ગુજરાતના કુલ 10 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

AshrafNET.jpg

બરોડા મેડિકલ કોલેજમાં ઈન્ટર્નશિપ કરતાં અશરફ કેસરાણીએ પરીક્ષામાં 1200 ગુણમાંથી 1006 ગુણ મેળવ્યા છે. અશરફે જણાવ્યું હતું કે, મેડિકલનો કોર્સ અઘરો હોય છે તેવા પ્રકારની માન્યતા મેં ક્યારેય મારા મનમાં રાખી નથી. હું કરી શકું છું તેવા આત્મવિશ્વાસ સાથે સખત પરિશ્રમ કર્યો છે. NEETની પરીક્ષાની તૈયારી એમબીબીએસના પહેલા જ વર્ષથી શરૂ કરી હતી. હવે મારુ લક્ષ્ય દિલ્હી ખાતે મેડિસીનમાં એમડી કરવાનું છે. 

પોતાની સફળતા પાછળનો શ્રેય યશ અશરફે તના માતા પિતા અને કાકાને આપ્યો હતો. મહત્વનું છે કે, માસ્ટર ઓફ સર્જરી અને માસ્ટર ઓફ મેડિસિનના કોર્સમાં પ્રવેશ માટેની neet pg દેશભરમાં 20,000 અને ગુજરાતમાં 2000 સીટ છે. જેમાંથી 5૦ ટકા સીટ ઓલ ઇન્ડિયા ક્વોટામાં જતી રહે છે અને બાકીની 50 ટકા સીટ પર જે તે રાજ્ય દ્વારા કાઉન્સેલિંગ કરીને વિદ્યાર્થીઓને એડમિશન ફાળવવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news