ગુજરાતમાં માઠી 'દશા' બેઠી! આ શહેરમાં હાલ દર ત્રીજી વ્યક્તિ ખાંસીથી છે પીડિત, જો આમને આમ રહ્યું તો....
આ વર્ષ માર્ચ મહિનામાં જ વાતાવરણમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે. ક્યારે ઠંડી તો ક્યારેય વરસાદ કે ગરમી જેવું મિશ્ર વાતાવરણ રહેતા સીઝન અને બીમારીઓ સાથે ડેન્ગ્યુ, મલેરીયા, ગ્રેસ્ટ્રો વાયરલના દર્દીઓમાં સંખ્યા બમણી થઈ છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: શહેરમાં હવામાન બદલાતા જ વાયરલ, ફીવર, ડેન્ગ્યુ સહિત મલેરિયાના કેશોમાં બમણો વધારો થયો છે. ગત વર્ષ સિવિલ હોસ્પિટલમાં 54 જેટલા દર્દીઓ નોંધાતા હતા જ્યારે આ વર્ષે 100થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.
આ વર્ષ માર્ચ મહિનામાં જ વાતાવરણમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે. ક્યારે ઠંડી તો ક્યારેય વરસાદ કે ગરમી જેવું મિશ્ર વાતાવરણ રહેતા સીઝન અને બીમારીઓ સાથે ડેન્ગ્યુ, મલેરીયા, ગ્રેસ્ટ્રો વાયરલના દર્દીઓમાં સંખ્યા બમણી થઈ છે. શહેરના સરેરાશ દર ત્રીજી વ્યક્તિ શરદી અને ખાંસીથી પીડિત છે. અગાઉ જૂન જુલાઈમાં ડેન્ગ્યુ મલેરિયાના દર્દીઓ વધતા હતા. આ વખતે માર્ચથી જ રોજના 50 થી 60 દર્દી જોવા મળી રહ્યા છે. હાલમાં જ સિવિલ હોસ્પિટલમાં વાયરલના રોજ 75 થી 100 દર્દીઓ આવે છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષમાં બમણો વધારો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલના આંકડાની વાત કરીએ તો નીચે મુજબના છે
માર્ચ 2022 2023
વાયરલ 30થી 40 75થી100
ડેન્ગ્યુ 3થી4 10થી20
મલેરિયા. 4થી10 20થી30
ગ્રેસ્ટ્રો. 40થી 40 60થી70
સ્મીમેર હોસ્પિટલમાં ફીવરના રોજ ના 20 થી વધુ દર્દી નોંધાઈ રહ્યા છે
માર્ચ. 2022 2023
વાયરલ. 5થી10 15થી20
ડેન્ગ્યુ 1થી2 2થી3
મલેરિયા. 1થી2 3થી4
ગ્રેસ્ટ્રો. 10થી20 30થી40
સામાન્ય રીતે ઋતુમાં સતત પરિવર્તન થતું રહેતા વાયરલના રોગો ફેલાય છે આ વર્ષ માર્ચમાં જ વાતાવરણમાં આવો પરિવર્તન જોવા મળ્યું છે. જેના કારણે સીઝનલ રોગોમાં વધારો થઈ રહ્યો છે. વાયરલ ફીવરની સાથે ઇન્ફ્લુએન્ઝાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તબીબોનું માનવું છે કે આ સ્થિતિમાં લોકોએ સતર્ક રાખવી જરૂરી છે. ખાસ કરીને ભીડવા વાળી જગ્યા જતા બચવું જોઈએ .
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે