શિક્ષણને લાંછન લગાડતો કિસ્સો: શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીઓ સાથે બીભત્સ વાતચીત કર્યાનો આરોપ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જુના ઊંટરડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલ શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનું ઘટના સામે આવી છે. ધોરણ 6 અને 7 ની વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષક બીપીનભાઈ પટેલે બીભત્સ ભાષામાં વાતો કરી હોવાનો આરોપ લગાવામાં આવતા પરિવાર જનોએ મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા હતા. 

શિક્ષણને લાંછન લગાડતો કિસ્સો: શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીઓ સાથે બીભત્સ વાતચીત કર્યાનો આરોપ

સમીર બલોચ/અરવલ્લી: જિલ્લામાં શિક્ષણને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. બાયડ તાલુકાના જુના ઊંટરડા ગામે આવેલી જુના ઊંટરડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષકે બીભત્સ ભાષામાં વાતચીત કર્યા હોવાનો આરોપ લગાવામાં વાલીઓમાં રોષ જોવા મળ્યો છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જુના ઊંટરડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલ શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનું ઘટના સામે આવી છે. ધોરણ 6 અને 7 ની વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષક બીપીનભાઈ પટેલે બીભત્સ ભાષામાં વાતો કરી હોવાનો આરોપ લગાવામાં આવતા પરિવાર જનોએ મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા હતા. 

ઘટનાની જાણ આંબલિયારા પોલીસને કરવામાં આવતા પોલીસે શિક્ષકની અટકાયત કરી પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news