Delhi Corona News: દિલ્હીમાં કોરોનાએ વધાર્યું ટેન્શન! 3 ગણો વધ્યો સંક્રમણ દર
Delhi Corona News: દિલ્હીમાં કોરોના વાયરસના નવા કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ દર પણ વધતો જોવા મળી રહ્યો છે ડીડીએમ બુધવારના કોવિડ-19 ના વધતા કેસ પર ચર્ચા કરવા માટે બેઠક કરશે.
Trending Photos
Coronavirus Update In Delhi: દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં સતત ઘટાડા બાદ ફરી એકવાર નવા કેસ વધતા જોવા મળી રહ્યા છે અને 11-18 એપ્રિલ વચ્ચે સંક્રમણ દરમાં લગભગ 3 ઘણો વધારો થયો છે.
7.72 ટકાએ પહોંચ્યો કોરોના સંક્રમણ દર
દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર દિલ્હીમાં 11 એપ્રિલના કોરોના સંક્રમણ દર 2.70 ટકા હતો જે 15 એપ્રિલના વધીને 3.95 ટકા થયો હતો. ત્યારે બીજા દિવસે 16 એપ્રિલના સંક્રમણ દર 5.33 ટકા થઈ ગયો અને 18 એપ્રિલના તે વધીને 7.72 ટકા સુધી પહોંચી ગયો છે. જો કે, ગત સપ્તાહ દિલ્હીમાં 67,360 સેમ્પલ્સની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 2606 લોકો પોઝિટિવ આવ્યાની પુષ્ટી થઈ છે. આ દરમિયાન સરેરાશ સંક્રમણ દર 44.79 ટકા રહ્યો છે.
આટલા સેમ્પલ્સની કરી તપાસ
દિલ્હી સરકારના આંકડા અનુસાર શહેરમાં 11 એપ્રિલના 5079 સેમ્પલ્સની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 137 સંક્રમિત આવ્યા હતા. જ્યારે 18 એપ્રિલના 6492 સેમ્પલ્સની તપાસ કરવામાં આવી જેમાંથી 501 થી વધારે સંક્રમણની પુષ્ટી થઈ છે. આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19 ના બે દર્દીઓના મોત થયા છે.
વધતા કેસ પર શું કહ્યું ડોક્ટરોએ?
ડોક્ટર્સનું કહેવું છે કે, આવનારા દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. જો કે, તેમનું કહેવું છે કે, હાલની સ્થિતિ વધારે ચિંતાજનક નથી કેમ કે, મોટાભાગના હળવા સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે આ વાયરના વેરિયન્ટને કારણે છે.
સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિનના પ્રમુખ ડોક્ટર જુગલ કિશોરે કહ્યું, આ વેરિયન્ટ વધારે ઝડપથી ફેલાય છે પરંતુ તેનાથી હળવું સંક્રમણ થઈ રહ્યું છે. આ માત્ર ઉપરથી રેસ્પિરેટરી સિસ્ટમના સંક્રમણનું કારણ બની રહ્યું છે. તેમણે કહ્યું કે કેસ વધવા પર મૃત્યુ દર પણ વધશે અને હોસ્પિટલોમાં દાખલ દર પણ વધારો થશે પરંતુ આ નિયંત્રણની બહાર નહીં હોય.
સર ગંગા રામ હોસ્પિટલમાં રેસ્પિરેટરી સ્પેશલિસ્ટ ડોક્ટર અભિનવ ગુલિયાનીએ કહ્યું, લોકોને સતર્ક રહેવું જોઇએ. કેસમાં વધારો થશે, જોકે તે નિયંત્રણથી બહાર નહીં હોય. ડીડીએમએ દિલ્હીમાં વધતા સંક્રમણ પર ચર્ચા કરવા માટે બુધવારના બેઠક કરશે, જ્યાં માસ્કને ફરજિયાત કરવા પર ચર્ચા થવાની સંભાવના છે.
(ઇનપુટ- ભાષ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે